ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદ્રા ગામમાં આવેલા સરકારી આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર) ખાતે તોડફોડની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ આરોગ્ય કેન્દ્રની બારીઓના કાચ તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાવાયું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આરોગ્ય કેન્દ્રની આસપાસ રાત્રે કેટલાક શખ્સો દારૂ પીવા એકત્ર થાય છે. નશાની હાલતમાં બારીઓ તરફ બોટલો અથવા અન્ય વસ્તુઓ ફેંકવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી પાણી અને દારૂની ખાલી બોટલો મળ્યાની ચર્ચા છે.

કાચ તૂટતાં અંદર કાચના ટુકડા ફેલાયેલા જોવા મળ્યા હતા. આરોગ્ય ધામના સંચાલક મનીષાબેન દરજીએ ઘટનાની જાણ સંબંધિત અધિકારીઓને કરી છે. પિલુદ્રાના સરપંચ બળવંતસિંહ રાઠોડે વેડચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.

તેમણે તોડફોડ કરનારાઓની ઓળખ કરી કડક કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠાવી છે. ગ્રામજનોએ પણ પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે રજૂઆત કરી છે. લોકોનું કહેવું છે કે આરોગ્ય કેન્દ્ર જેવી જાહેર સેવાઓ માટેની જગ્યાઓની સુરક્ષા મજબૂત કરવી જરૂરી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here