ગુજરાતમાં એક એવી અનોખી પરંપરા છે, જ્યાં દશેરાના દિવસે નહીં પરંતુ તેના બીજા દિવસે એટલે કે અગિયારસે રાવણ દહન કરવામાં આવે છે.નર્મદા જિલ્લાના રાજપીપળામાં વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે પણ અગિયારસના દિવસે રાવણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મોડી સાંજે આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.


સંસ્કાર યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ કા. પટેલના જણાવ્યા મુજબ, રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાંથી દર વર્ષે રાવણની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ત્યારબાદ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ પરંપરા પાછળ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. તેમના જણાવ્યા મુજબ, ભગવાન રામે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો, પરંતુ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં, તેથી રાજપીપળામાં બીજા દિવસે અગિયારસે રાવણ દહન કરવાની પ્રથા છે.

આ વર્ષે પણ રાજપીપળામાં અંદાજે 20 ફૂટ ઊંચા રાવણના પૂતળાને શણગારવામાં આવ્યું હતું. પૂતળાને ટ્રેક્ટરની ટ્રોલી પર ગોઠવીને સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here