ભરૂચ જિલ્લામાં વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત ફાફડા-જલેબીના ધૂમ વેચાણ વચ્ચે નાગરિકોના આરોગ્ય સાથે રમત અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરી હતી.

તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ તથા બિનઆરોગ્યપ્રદ તેલ-ઘીનો ઉપયોગ રોકવાના હેતુથી ફૂડ વિભાગની ટીમોએ ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને ઝઘડિયા પંથકમાં ફાફડા તેમજ જલેબીનું વેચાણ કરતા 40 જેટલા નાના-મોટા એકમો અને દુકાનોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.આ સઘન તપાસ દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી 19 ફાફડા, 17 જલેબી તેમજ ફરસાણ બનાવવામાં વપરાતા વિવિધ કાચા માલ સહિત કુલ 38 શંકાસ્પદ નમૂના સીલ કરી વધુ પૃથ્થક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

આ આકસ્મિક દરોડા વખતે અનેક વેપારીઓને ત્યાં અત્યંત ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિ વચ્ચે ખાદ્ય સામગ્રી તૈયાર થતી હોવાનું સામે આવતાં તંત્રએ તાત્કાલિક ધોરણે અંદાજે 11 હજાર રૂપિયાની કિંમતના 38 કિલોગ્રામ જેટલા અખાદ્ય જથ્થાનો જાહેરમાં જ નાશ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here