દહેજથી કામરેજ સુજલ પાવર પ્લાન્ટ સુધી નાખવામાં આવનાર ટોરેન્ટ કંપનીની ગેસ પાઇપલાઇન માટેની મૂળ યોજના મુજબ, દહેજથી કામરેજ સુધી જતી આ ગેસ લાઇન અંતર્ગત 85 કિલોમીટર લાંબી અને દોઢ ફૂટ પહોળી પાઇપલાઇન નાખવાની કામગીરી થવાની છે, જેના માટે નિયમબદ્ધ રીતે ૧૫ મીટર જેટલી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.આ દહેજથી કામરેજ સુજલ પાવર પ્લાન્ટ સુધી નાખવામાં આવનાર ટોરેન્ટ કંપનીની ગેસ પાઇપલાઇન માટેના જમીન સંપાદનનો મામલો ગરમાયો છે. આ પ્રોજેક્ટ સામે ખેડૂતો દ્વારા કરાયેલી વાંધા અરજીઓની સુનાવણી અંકલેશ્વર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે ભારે હોબાળા, તીખી દલીલો અને ઉગ્ર વિરોધ વચ્ચે યોજાઈ હતી.

ખાસ જમીન સંપાદન અધિકારી અને કંપનીના ઉચ્ચ પદાધિકારીઓની હાજરીમાં મળેલી આ બેઠકમાં અસરગ્રસ્ત પાંચ ગામોના ખેડૂતોએ પોતાની કિંમતી અને ઉપજાઉ જમીન બચાવવા એકસૂરે વૈકલ્પિક રૂટની માંગ કરી હતી. ખેડૂતોના ઉગ્ર આક્રોશને પગલે આ મહત્વની બેઠક કોઈપણ ચોક્કસ નિર્ણય વગર જ અનિર્ણિત રહી હતી.મૂળ યોજના મુજબ, દહેજથી કામરેજ સુધી જતી આ ગેસ લાઇન અંતર્ગત 85 કિલોમીટર લાંબી અને દોઢ ફૂટ પહોળી પાઇપલાઇન નાખવાની કામગીરી થવાની છે, જેના માટે નિયમબદ્ધ રીતે ૧૫ મીટર જેટલી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આજની સુનવણીમાં નિપુલ પટેલ, ખેડૂત આગેવાને જણાવ્યું કે, અમારી જમીનમાંથી અગાઉ પણ બુલેટ ટ્રેન, એક્સપ્રેસ-વે જેવા અનેક પ્રોજેક્ટ પસાર થયા છે. હવે જો નવા પ્રોજેક્ટ પણ ખેતરોમાંથી જશે તો ખેડૂતો ક્યાં જશે? બાજુમાં કલ્પસર અને એક્સપ્રેસ-વેની સરકારી જમીનો ખાલી પડી છે, તો ત્યાંથી વૈકલ્પિક માર્ગ કેમ લેવાતો નથી? અમારી ઉપજાઉ જમીન બગડશે તો આવનારી પેઢી પાસે કશું જ નહીં બચે. તો માટીએડના સરપંચ મહિપતસિંહ ડોડીયાએ કહ્યું કે આજની સુનાવણીમાં મારા માટીએડ ગામના 70થી વધુ ખેડૂતો સહિત કુલ ૫ ગામના ખેડૂતો એક જ સૂર અને મક્કમ રજૂઆત લઈને આવ્યા છે કે આ પાઇપલાઇન અન્ય વૈકલ્પિક સરકારી માર્ગ પરથી જ લઈ જવામાં આવે. પ્રજા અને અન્નદાતાના હિતમાં આ જ એકમાત્ર યોગ્ય નિર્ણય છે.





