સુરતના મોટા વરાછા વિસ્તારમાં વહેલી સવારે એક ગંભીર આગની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા ખાતે આવેલા ગોલ્ડન સિટી રો હાઉસના પાર્કિંગમાં ચાર્જિંગમાં મૂકેલા ઇ-વ્હીકલ (EV)માં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

 

 

આ આગ એટલી ભયાનક હતી કે તેણે જોતજોતામાં પાર્કિંગમાં રહેલા અન્ય વાહનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. વહેલી સવારે આશરે ચાર વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં 3થી 4 કાર અને 3 જેટલી બાઇક આગમાં સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. વાહનોની સાથેસાથે સોસાયટીના 15 જેટલા વીજ મીટરો પણ આગમાં બળીને રાખ થઈ ગયા હતા, જેને કારણે વિસ્તારમાં થોડીવાર માટે ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી, પરંતુ મોટા પાયે વાહનો અને સંપત્તિનું નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here