મહારાષ્ટ્રના પાલઘરમાં પિતાની હત્યા કરી ટ્રેન મારફતે રાજસ્થાન ભાગી રહેલા 24 વર્ષીય આરોપીને ભરૂચ રેલવે પોલીસે પકડ્યો. પોલીસે તેને મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો. આ સફળતા દિવાળીના તહેવારોને કારણે ચાલતા રેલવે ચેકિંગ દરમિયાન મળી.

ભરૂચ રેલવે પોલીસને પાલઘર પોલીસ સ્ટેશનથી ફોન પર માહિતી મળી હતી કે,આરોપી મુકેશ મોહનલાલ પરમાર (ઉં.વ. 24), રહે. પાલઘર ઈસ્ટ, પિતાની હત્યા કરી ટ્રેનથી રાજસ્થાન ભાગી રહ્યો હોવાની શંકા હતી.

આ માહિતી પરથી પીઆઈ કે.એસ. દેસાઈના નેતૃત્વમાં અંકલેશ્વરથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (નંબર 19217)માં ચેકિંગ કરાયું હતું.જેમાં પીએસઆઈ એસ.કે. રાણા, એએસઆઈ અરવિંદ ડાહ્યાભાઈ અને લોકરક્ષક હિતેશકુમાર રાયમલભાઈએ તપાસ કરતા ટ્રેનના જનરલ કોચમાંથી આરોપી મુકેશ મોહનલાલ પરમાર મળી આવ્યો હતો.ભરૂચ રેલ્વે પોલીસે તેની અટક કરી ભરૂચ રેલવે સ્ટેશને ઉતારી વધુ પૂછપરછ કરતા તેણે પાલઘરમાં હત્યાનો ગુનો કર્યો હોવાનું કબૂલ્યું હતું.બાદમાં ભરૂચ પોલીસે આરોપીને પાલઘર પોલીસને સોંપી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here