નર્મદા જિલ્લાના રાજપીપળા-રામગઢ રોડ પર કરજણ નદી પર બનેલા બ્રિજના બાંધકામમાં ગંભીર ખામીઓ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. મુખ્યમંત્રીના આદેશથી બ્રિજ બનાવનાર સુરતની મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ. સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના રાજપીપળા-રામગઢ રોડ પર કરજણ નદી પર બનેલા બ્રિજના બાંધકામમાં ગંભીર ખામીઓ સામે આવતા રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. મુખ્યમંત્રીના સીધા આદેશ બાદ, બ્રિજનું નિર્માણ કરનાર સુરતની કંપની સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માત્ર થોડા જ વર્ષોમાં કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ બિસ્માર બનતા તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.
સ્થાનિક લોકો અને નિષ્ણાતોના મતે, આ બ્રિજના બાંધકામમાં સામગ્રીની ગુણવત્તા સાથે મોટા પાયે બાંધછોડ કરવામાં આવી હતી. સરકારી નાણાંનો દુરુપયોગ કરીને જનતાના જીવને જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર અને આ કામગીરીની દેખરેખ રાખતા જવાબદાર અધિકારીઓ સામે પણ કડક તપાસની માંગ ઉઠી છે.
સરકારના આ આકરા પગલાંથી સરકારી કામોમાં લાપરવાહી દાખવતા અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હાલ આ મામલે ટેકનિકલ નિષ્ણાતોની મદદ લઈને વધુ તપાસ ચલાવી રહી છે.





