ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25 હજાર જેટલા વાહનચાલકોને ટોલટેકસનું વધારાનું 5 થી 10 રૂપિયાનું ભારણ આવશે. મુંબઇ અને દિલ્હીને જોડતાં નેશનલ હાઇવે પર મુલદ પાસે ટોલપ્લાઝા આવેલું છે અને ત્યાં વાહનચાલકો પાસેથી ટોલ લેવામાં આવે છે.

ટોલનાકાનું સંચાલન કરતી કંપનીએ ટોલમાં વધારો કરવા સંદર્ભમાં નેશનલ હાઇવે ઓથોરીટીમાં દરખાસ્ત કરી હતી. નવા ટોલ દરોમાં કાર, જીપ અને વાન સહિતના લાઇટ મોટર વ્હીકલ કેટેગરીમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. બસ, ટ્રક, ડબલ એકસેલ, ત્રિપલ એકસેલ અને હેવી વ્હિકલના ટોલ ટેકસમાં વધારો કરવામાં આવ્યો છે.
જો કે કાર, જીપ અને વાનનો માસિક પાસના ભાવમાં 20 રૂપિયા વધારવામાં આવ્યાં છે. પહેલી એપ્રિલથી ટોલના નવા દર અમલમાં આવી ચુકયાં છે. નેશનલ હાઇવે -48 પરથી રોજના 25 હજાર જેટલા નાના- મોટા વાહનો પસાર થાય છે જેના માટે આ ભાવવધારો લાગુ પડશે

