ભરૂચના કિસનાડ ગામે બે મકાનોમાં મોડી સાંજે એકાએક આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી.

ભરૂચના કીશનાડ ગામમાં આવેલા પટેલ ફળિયામાં આવેલા હસમુખ મંગળભાઈ પટેલ ના મકાનમાં રાત્રીના ૭.૩૦ વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ જવા પામ્યું હતું.
જો કે આ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે. પરંતુ આ આગમાં બંન્નેવ મકાનોને ભારે નુકશાન થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here