દિવાળીની વિદાય બાદ શરૂ થતું નવું વર્ષ નવા ઉત્સાહ અને ઉમંગથી શરૂ થતું હોય છે.નવા વર્ષની શરૂઆતનો બીજો દિવસ એટલે ભાઇબીજ. ભાઇબીજનું પર્વ એટલે રક્ષાબંધનની જેમજ ભાઇ બહેન વચ્ચેના સ્નેહ અને લાગણીનું પર્વ.ભાઇબીજના દિવસે ભાઇ પોતાની બહેનોને યથાયોગ્ય ભેટ આપીને પર્વને સ્નેહમય બનાવતો હોય છે.
સમગ્ર ભારતમાં ભાઇબીજનું પર્વ ઉમંગભેર મનાવાતુ હોય છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ભાજપા અગ્રણી રવજીભાઇ વસાવાએ ભાઇબીજના પર્વને અનોખી રીતે મનાવ્યું હતુ. આ પ્રસંગે તેમના દ્વારા ગામની ૧૨૧ જેટલી બહેનોને સાડીની ભેટ આપવામાં આવી હતી. ભાઇબીજના આ સાડી વિતરણ કાર્યક્રમમાં રવજીભાઇ વસાવાની સાથે યુવા કાર્યકર દિનેશભાઇ વસાવા હાજર રહ્યા હતા. ગામની બહેનોએ સાડીની ભેટ સહર્ષ સ્વિકારીને તેમને પર્વની શુભેચ્છા પાઠવી હતી.
•ફારૂક ખત્રી ન્યુઝલાઇન, રાજપારડી