ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે જીતેલા ઉમેદવારોએ ગામમાં વિજય સરઘસ કાઢતા હારી ગયેલા ઉમેદવારોના પરિવારોએ પથ્થરમારો કરવા સાથે લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા સામસામે થયેલ ધીંગાણામાં કુલ ૧૨ લોકોને ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી અને મંગળવારે સવારથી જ મત ગણતરી કરવામાં આવતા કેટલાય ઉમેદવારો જીતનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે ભરૂચ તાલુકાના હીંગલોટ ગામે પણ વિજેતા સરપંચના ઉમેદવારએ ગામમાં વિજય સરઘસ કાઢ્યું હતું. ગામમાં વિવિધ વિસ્તારોમાંથી સરઘસ પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન જ સામે પરાજિત થયેલા ઉમેદવારોના પરિવારજનોએ વિજય સરઘસ પર પથ્થરમારો કરી લાકડીના સપાટા સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

આ ધિંગાણામાં ઐયુબ ઉમરજી માસ્તર, સીમા ઐયુબ માસ્તર, નઇમ ઐયુબ માસ્તર,જેબુન ઐયુબ માસ્તર, રઇશા ઐયુબ માસ્તર,મૈફૂઝા હબીબ બારમણીયા તમામ રહેવાસી હિંગલોટ અને સામાવાળા મુસ્તકીમ અહમદ જમાલ,મહેશ અખુભાઇ રાઠોડ,ટકુ બાલુ રાઠોડ,જશી હુરસંગ રાઠોડ, અમીના ઇબ્રાહીમ પટેલ,રઇશા ઇમરાન પટેલ મળી કુલ ૧૨ જેટલા ઇસમો ઘાયલ થયા હતા.આ સમગ્ર ધિંગાણામાં પથ્થરમારો, અપશબ્દોનો વરસાદ અને મારામારી કરી રહ્યા હોવાના દૃશ્યો મોબાઈલ વીડિયો વાઇરલ થયા હતા.જો કે આ સમગ્ર મામલે તાલુકા પી.આઇ. ફરીયાદ લેવા જતાં બંન્નેવ પક્ષે ફરીયાદ કરવાની ના પાડી હોવાની માહિતી સાંપડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here