•વાદળછાયા વાતાવરણ બાદ એકાએક વરસાદી માવઠું થતાં ખેતીમાં નુકશાનની ભીતી,

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે ગમે ત્યારે વરસાદ થવાની શક્યતાઓ જણાઇ રહી છે.ગતરોજ રાત્રીના અંધકારના સમયે વરસાદી છાંટા અને ત્યારબાદ એકાએક વરસાદ થયો હતો.કમોસમી વરસાદ થવાથી ખેડુતો ચિંતિત થઇ ગયા હતા.

કપાસ,તુવેર,શેરડી,ઘઉં જેવા પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાઓ જણાઇ રહી છે.ખેડુતોને ખાતર,બિયારણ અને ખેતમજુરી પણ માથે પડવાની શક્યતાઓ જણાઇ રહી છે.કપાસનો પાક તૈયાર થઈ ચુક્યો છે.ખેતરમાંથી નિકળવાનો શરૂ થઇ ગયો છે.કપાસના પ્રતિ ક્વિન્ટલનો ભાવ પણ સારો છે.તેવા સંજોગોમાં એકાએક વરસાદ થવાથી કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું છે,અને તેના કારણે કપાસના ભાવ પણ ગગડી શકે છે.

ઉલ્લેખનીય છે કે,આ વષૅ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ થયો હતો.પીવાના અને સિંચાઈના પાણીની કિલ્લત ઉભી થઇ છે.જ્યારે નેત્રંગ તાલુકામાં ભર શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવા માંડી હતી.આવનાર સમયમાં ઘરે-ઘરે શરદી,ખાંસી અને તાવના દર્દીનો જમાવડો થવાની દહેશત જણાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here