મોસમ વિભાગે કરેલી આગાહી ના આધારે ડાંગ જિલ્લામાં પણ વાતાવરણના બદલાવને લઈને લોકોમાં છેલ્લાં બે દિવસથી વરસાદ ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
ગિરિમથક સાપુતારા સહિત આજુબાજુના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે તેમ જ આસપાસના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ડાંગ તથા સાપુતારા સહિત અમુક ગામડાઓમાં કમોસમી વરસાદ પડતાં ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સાપુતારા ખાતે શિયાળામાં અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં શીત લહેર જોવા મળી હતી.
ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટા વચ્ચે અમુક ઠેકાણે કમોસમી વરસાદ તો અમુક ઠેકાણે મધ્યમ વરસાદ પડતા આદિવાસી ખેડૂતોના શાકભાજી પાકો પર અસર વર્તાય છે વરસાદ પડતાં થોડા સમય માટે રસ્તાઓ પાણી થી ભીના થયા હતા. આ કમોસમી વરસાદને લીધે ડાંગ ના ખેડૂતના ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોની ચિંતા વધારી છે. જ્યારે ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી દિવસ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
વરસાદના પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા અને ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હાલ પડી રહેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને વિપરિત અસર પડી હતી. સમગ્ર ડાંગ માં ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો વરસાદની સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો.
•શૈલેષ સોલંકી,ન્યુઝલાઇન, સાપુતારા