એક તરફ ભરૂચ પાલિકા રસ્તા ઉપર રખડતા મુંગા પશુઓને પકડવાની કવાયત કરતી હોવાના દાવા કરે છે. તો બોજી તરફ આ મુંગા પશુઓ સરેઆમ શહેરના મુખ્ય માર્ગો ઉપર બેફામ વિચરતા આવન જાવન કરતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ગાયને માતા સમજી તેની તરફેણ કરનાર અનેક સંસ્થાઓ છે. જે ગૌ પાલનાના મોટા દાવા પણ કરી તેના નામે મોટો ફાળો પણ ઉઘરાવે છે છતાં આપણે ત્યાં આ ગૌમાતા ખુલ્લે આમ રખડતી જોવા મળે છે. આ કહેવાતી સંસ્થાઓની કહેની અને કરણી માં અંતર જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારીતાની ખોખલી વાતો કરતા અને ધર્મની કોઈ પણ વાત ઉપર ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદો ઉઠાવી રોડ ઉપર ઉતરી આવી દેકારો મચાવનાર કહેવાતા દંભી હિંદુઓ અને હિન્દૂ સંસ્થાઓ ભારતીય સંસ્કૃતિની અને હિન્દૂ સમાજની જીવતી જાગતી માતા એટલે ગૌ માતાને રખડતી રિબાતી રસ્તા પરનો કચરો અને પ્લાસ્ટિક ખાઈ બીમારીનો ભોગ બનતી ગૌ માતાને જોવા છતાં પણ અંધ બની રહ્યા છે.