અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે રાજપીપળા ચોકડી પર આવેલ શુભમ પાર્ક ખાતે રહેતા રોશન અરૂણ ઝા ની પત્ની પલ્લવી દેવીએ ગત રાત્રીના કોઇ અગમ્ય કારણોસર સાડી નો ગાળીયો બનાવી આત્મહત્યા કરી હતી. જો કે તેના પરિવાર ના સભ્યો આવી જતા તેને તાત્કાલીક સારવાર માટે અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરી હતી. આ બનાવ સંદર્ભે જી.આઈ.ડી.સી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.
આ ઘટનામાં મૃતક પલ્લવી દેવી ના પિયર પક્ષ ના સ્વજનો દ્વારા પલ્લવી દેવી ની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જે વચ્ચે પોલીસ દ્વારા ઘટના ની ગંભીરતા અને લગ્નો ગાળો ટુંકો જોતા મૃતકનું પેનલ પી.એમ કરાવાયું હતું તેમજ વિશેરા પણ લેવડાવ્યા હતા. તો અંકલેશ્વર મામલતદાર હર્ષદ બેલડીયા દ્વારા પણ પી.એમ સેન્ટર ખાતે મૃતક ના સ્વજન સાથે વાતચીત કરી પંચકેશ કરી અને બંનેવ પક્ષે જવાબ નોંધ્યા હતા. આ મામલે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ દ્વારા વધુ તપાસ આરંભાઇ હતી.