•મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટરમાં 502 MOU
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માં દેશ ના પી.એમ દ્વારા કરવામાં આવેલ આહવાન આત્મનિર્ભર ભારત પર ગુજરાત સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી વાઇબ્રન્ટ સમિટ ની થીમ “આત્મનિર્ભર ગુજરાતી, આત્મ નિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત” રાખી છે.
જે અંતર્ગત ચીન જેવા દેશ સામે કાચા માલ ની સમસ્યા વચ્ચે ચીન ની મોનોપોલી તોડવા માટે સ્થાનિક ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ રો મટીરીયલ તૈયાર કરી દેશ ની જરૂરિયાત ને પૂર્ણ કરે તેમજ વિદેશ ની માગ ને પણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશ્ય સાથે સૌથી વધુ મેનુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં ફાર્મા અને બલ્ક દ્રગ હબ એવું ભરૂચ જિલ્લા માં રો મટીરીયલ ઉત્પાદન ક્ષેત્રે ઉદ્યોગો વધુ આકર્ષિત થયા છે.
ભરૂચ જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે અત્યાર સુધીમાં જી.આઈ.ડી.સી વિભાગે 17 એમ.ઓ.યુ કરી 21536 કરોડનું મૂડીરોકાણ મોટા ઉદ્યોગોમાં પ્રસ્થાપિત કર્યું છે. જેના થકી જિલ્લામાં 24515 નવી રોજગારી ઉભી થવાની સંભાવના છે. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ વધુ 502 એમ.ઓ.યુ કરી 739.69 કરોડનું પ્રસ્થાપિત મૂડી રોકાણ લાવી નવી 5953 લોકો માટે રોજગારી ઉભી કરી છે.
જિલ્લા ડી.આઈ.સી. વિભાગ એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 જે યોજાનાર છે. તે પૂર્વે 502 ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ કરાર કરી 739.69 કરોડનું પ્રસ્તાવિત મૂડી રોકાણ જિલ્લા માં કરાવ્યું છે. જેમાં જિલ્લા માં નવી 5953 શ્રમિકો માટે રોજગારી ઉભી થશે. જિલ્લામાં હવે 22.275.69 કરોડ પર મૂડી રોકાણ પ્રસ્થાપિત થયા છે. કુલ 519 એમ.ઓ.યુ કરાયા છે.
જિલ્લા કરવામાં આવેલ 502 એમ.ઓ.યુ અંતર્ગત સૂક્ષ્મ અને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સ્થપાશે. ડી.આઈ.સી દ્વારા કરવામાં આવેલ એમ.ઓ.યુ માં 85 % રોકાણ ફાર્મા સેક્ટર માં આવી રહ્યું છે. જેમાં મોટા ભાગના ઉદ્યોગો નવી ઉદ્યોગ પોલિસી અને ઈ.સી. સાથે રો મટીરીયલ ઉત્પાદન ક્ષેત્રે એમ.ઓ.યુ કરાર કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં માત્ર જીઆઇડીસી વિભાગ એ ભરૂચ જિલ્લામાં 17 એમ.ઓ.યુ કરી 21536 કરોડનું રોકાણ પ્રસ્થાપિત કર્યું છે. ઝગડીયા, દહેજ તેમજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં નવા ઔદ્યોગિક એકમ સ્થપાશે. જી.એફ.એલ , એસ.આર.એફ. અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરારો કરાયા છે.