દેશના બાળકોમાં રહેલી કલા વિષયક સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા તથા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભ તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે એનસીઈઆરટી દિલ્હી આયોજિત કલાઉત્સવ 2021 રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન ચાલી રહ્યું છે.
તે પૈકી ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ વિભાગમાં ભરૂચના એમિટી વિદ્યાલય ધોરણ 10માં અભ્યાસ કરતા ચિરંજીવ વસિષ્ઠ દેવેશ દવેએ શાળા કક્ષાએથી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને અંતમાં રાજ્ય કક્ષાએ તબલા વાદન સ્પર્ધામાં કલા ઉત્સવ અને કલા મહાકુંભમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી અમિટી વિદ્યાલય, પરિવાર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ રાજય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં રૂા.25 હજારનું રોકડ ઈનામ તેમજ કલા ઉત્સવ સ્પર્ધામાં 2 હજારનું રોકડ ઈનામ પ્રાપ્ત કર્યું છે.ઍમિટી શાળા પરિવાર દવે વશિષ્ઠ દેવેશને તેની સિદ્ધિ બદલ હાર્દિક ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે. આ સિદ્ધિ બાદ હવે વશિષ્ઠ નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે.