ભરૂચ જિલ્લામાં બે વર્ષથી ચાલતો કોરોના કહેર ઓછો થતાં જ લગ્ન પ્રસંગો સહિતના સામાજિક અને ધાર્મિક પ્રસંગોની મોસમ જામી છે. ઝાડેશ્વરના ઠાકોર ફળિયામાં અંબાજી તેમજ ખપ્પરજોગણી માતાના બનેલ મંદિરનો સોમવારના રોજ ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો.
ગત રવિવારના રાત્રીએ ભજન સંધ્યા પણ યોજી હતી. જેમાં ભક્તો ભક્તિગીતોના તાલમાં રંગાઈને માતાની ભક્તિમાં લિન થયા હતા. ઠાકોર સમાજના રહીશો દ્વારા શ્રદ્ધાભેર રીતે પૂજા વિધિ કરી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહી ભક્તિભાવ રીતે માતાના મંદિરનો પાટોત્સવ યોજી કોરોના નામનો વાયરસ દુનિયાથી વિદાય લે અને લોકો રાબેતામુજબનું જીવન જીવતા થાય તેવી પ્રાર્થનાઓ કરી હતી. સાથે જ દેશ, દુનિયામાં કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.