•ભાડા બાબતે થયેલ બોલાચાલીમાં મકાનમાલીકે ભાડૂઆતને ઝુડી નાંખ્યો

ભરૂચ જિલ્લાના જોલવા ગામે ભાડેથી મકાન રાખી કરિયાણાની દુકાન ચલાવતા ભાડૂઆતને મકાન માલીક સાથે ભાડુ આપવા બાબત થયેલ બોલાચાલીમાં મકાનમાલિક અને તેના મળતીયાએ ભાડૂઆતને ઝુડી નાંખતા સારવાર અર્થે ખસેડાયો હતો.

મૂળ ગીર ગઢડાના કાંથી ગામના વતની અને હાલ દુકાન ભાડે રાખી કરીયાણાનો વેપાર કરી જોલવાની વેલકમ સોસાયટીમાં ભાડે રહેતા ત્રિભોવન ભીખાભાઇ સાખંડ ઉ.વર્ષ ૨૭ને ગત સાંજે ૬.૩૦ કલાકની આસપાસ તેના મકાન માલિક નરેશ ખૈની સાથે મકાનનું ભાડુ આપવા બાબતે બોલાચાલી ઝઘડો થતાં મકાન માલિક નરેશ તથા તેના સાગરીત જીતુએ ભેગા મળી ભાડૂઆત ત્રિભોવનને માથું પકડી દિવાલ સાથે ભટકાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં ત્રિભોવનને માથામાં તેમજ શરીરે ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ મારફતે સારવાર અથે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયો હતો.

આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વર્ધીના આધારે ત્રિભોવનની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here