The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 90

જંગલ સફારી સાચા અર્થમાં અદભુત છે – કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે તેમની SOU – એકતાનગરની દ્વિ-દિવસીય મુલાકાતના આજે પ્રથમ દિવસે તેમના પરિવારજનો સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન મંત્રી અમિતભાઇ શાહની સાથે જંગલ સફારીનાં નિયામક ડૉ. રામરતન નાલા સહિતનાં અધિકારીઓ વગેરે જોડાયા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ડૉ.રામરતન નાલા પાસેથી વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અંગે પૃચ્છા કરી હતી અને થઇ રહેલી કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓ ઇન્ડિયન બર્ડ એવિયરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલૉજિક્લ પાર્ક મારફતે સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે માહિતી આપી હતી. ઇન્ડીયન બર્ડ એવીયરીમાં ડુમખલ પોપટ સાથે હળવાશની પળો પણ તેઓએ માણી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની જંગલ સફારી પાર્કની મુલાકાત દરમિયાન આ સફારી પાર્કમાં રૂટિન મુલાકાત માટે આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ કે અવગડ ન પડે તે માટે સામાન્ય દિવસોની જેમ જ પ્રવાસીઓને કોઈપણ જાતના અવરોધ વિના પ્રવાસીઓની અવરજવર જારી રખાઈ હતી. જંગલ સફારી પાર્કની ઉક્ત મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહે પ્રોટોકોલ તોડીને મુલાકાતી પ્રવાસીઓ પાસે સામે ચાલીને પહોંચી ગયા હતા. અને તેમનુ અભિવાદન ઝીલીને પ્રવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુલાકાતી પ્રવાસીઓએ પણ ‘ભારત માતા કી જય’ ના બુલંદનારા સાથે મંત્રીનું સ્વાગત કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.

આમોદમાં આઝાદ યુથ કાઉન્સિલ તરફથી અભ્યાસલક્ષી કીટનું વિતરણ કરાયું

આમોદ તાલુકાની ત્રણ પ્રાથમિક શાળામાં આજ રોજ સવારે શાળાના બાળકોને વડોદરાની સંસ્થા તરફથી શિક્ષણ કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળાના બાળકો,શિક્ષકગણ,સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો તેમજ ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આમોદ તાલુકાની દોરા પ્રાથમિક શાળામાં આજ રોજ સવારે વડોદરાની આઝાદ યુથ કાઉન્સિલ સંસ્થાના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા તેગવા,ભીમપુરા અને શ્રી કોઠી પ્રા. શાળામાં શાળામાં અભ્યાસ કરતાં ગરીબ બાળકોને ૪૦૦ થી વધુ અભ્યાસલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં દફતર,ચોપડા,કંપાસ,વોટર બેગ સહિતની વસ્તુઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.બાળકોને શિક્ષણ કીટ મળતા આનંદવિભોર બની ગયા હતાં.શાળા પરિવાર, સરપંચ તેમજ ગામના આગેવાનો તરફથી આઝાદ યુથ કાઉન્સિલના દિલીપસિંહ ગોહિલ બાપુ,રોનકભાઈ ચૌહાણ,બળદેવભાઈ પટેલ, જશુભાઈ પટેલ,જીજ્ઞેશભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

જંબુસર સ્વરાજ ભવન ખાતે ધરતીપુત્રો માટે કિચન ગાર્ડન તાલીમ યોજાઇ

નાયબ બાગાયત નિયામક કચેરી ભરૂચ તથા બાગાયત વિભાગ દ્વારા એચ આર ટી – 5 હેઠળની શહેરી બાગાયત વિકાસ યોજના અંતર્ગત કીચન ગાર્ડન તાલીમ સ્વરાજ ભવન ખાતે ધરતીપુત્રો માટે બાગાયત કચેરી ભરૂચ અધિકારી જંબુસર  ભાવિશાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં બાગાયત અધિકારી જગદીશકુમાર બલદાણીયા  બાગાયત વિષય નિષ્ણાત દેવેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યાં હતાં.

ઘરની આજુબાજુની ખુલ્લી જમીન અગાસી છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજી પાકોનું વાવેતર  કરવામાં આવે છે તેને ઘરઆંગણાની ખેતી કહેવાય છે  અને તેના આયોજન માટે મુદ્દાઓ તથા કિચન ગાર્ડનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા જરુરી વસ્તુઓ તથા ઘરની બિનઉપયોગી વસ્તુઓનો કઈ રીતે ઉપયોગ કરી શકાય જમીન વર્મી કમ્પોસ્ટ ખાતર વિવિધ જાતના કિચન ગાર્ડન માટે બી વાવણી અંગે વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતું.

ભારતમાં ૭૫૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કામ કરે છે.જેમાં તાલીમ આપવામાં આવે છે બાગાયત પાક ના રોગો જમીન પશુપાલન હોમ સાયન્સ  નિદર્શન ફળફ્રુટ એગ્રીકલ્ચરની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી અને ધરતીપુત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી તથા રાસાયણિક ખાતર દવાની સમજ અપાઈ હતી.દેશી ખાતર થકી જમીન અને આરોગ્યની જાળવણી કરી શકાય જેથી જમીનમાં રહેલા તત્ત્વો જાળવી શકાય જમીનમાં સેન્દ્રિય તત્વો હોવાં જોઈએ ગાયના છાણનો ઉપયોગ કરવો જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરવા અને દરેક ધરતીપુત્રોએ એક ગાય રાખવા જરુરી સુચન કર્યુ હતુ.

ઉપસ્થિતો દ્વારા બાગાયત કચેરીની માહિતી આપવામાં આવી હતી આ સહિત ઉપસ્થિત બહેનોને કેચઅપ અથાણા જેલી ગૃહ ઉદ્યોગની  વિશેષ માહિતી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું અને સબસિડી યોજનાની માહિતી આપવામાં આવી હતી.સરદાર તાલીમ દરમ્યાન અગ્રણી ધર્મેશભાઈ પટેલ સહિત જંબુસર શહેર ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જંબુસરના ટુંડજ ગામે ડેપ્યુટી સરપંચના પરિવારજનોએ કર્યો દલિત સમાજના યુવાન પર હુમલો

જંબુસર તાલુકાના ટુંડજ ગામે ડેપ્યુટી સરપંચના પરિવારજનોએ ગામના જ દલિત સમાજના યુવાન પર કર્યો હુમલો હુમલામાં ગંભીર રીતે ઘાયલ સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલાને  જંબુસર  પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કર્યા હોવાના સમાચાર સાંપડયા છે.

આ બનાવમાં જંબુસર તાલુકાના ટુંડજ ગામે રહેતા સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલા એ ગ્રામ પંચાયત વિરુધ્ધ અરજી કરી હોય તેની રીસ રાખીને ટુંડજ ગામના ડેપ્યુટી સરપંચના પરિવારજનો (૧) કેસરીસંગ ફતેસંગ સિંધા,(૨) તોસીફ અજીતસિંહ સિંધા,(૩)આસિફ અજીત સિંધા ,(૪)સફીક અજીત સિંધા, (૫)સાદિક ઉદેસંગ સિંધા, અને (૬)મુન્નો ઉર્ફે મામા ના ઓએ એકાએક મારક હથિયાર સાથે હૂમલો કરતા સુરેશભાઈડાહ્યાભાઈ વાઘેલાને  મારમારી અધમૂવો કરીગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

ઇજાગ્રસ્તને સારવાર અર્થે ૧૦૮ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્તને વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.આ બનાવની જાણ કાવી પોલીસને થતાં કાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

અંકલેશ્વરનો કશ્યપ પ્રજાપતિ બન્યો ઓમાનની ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન

  • ઓમાનમાંથી રમી અમેરિકા સામે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ફટકારી પહેલી સદી

નાનપણથી જ ક્રિકેટર થવાનું સ્વપ્ન અંકલેશ્વરના કશ્યપ પ્રજપતિએ સેવ્યું હતું. આ યુવાનને સવારે 9 થી સાંજે 5 કલાકની નોકરીમાં કોઈ રસ ન હતો. ગુજરાત અંડર 19 અને 23 માં તેને સ્ટેટ લેવલે પણ પોતાની પ્રતિભા બતાવી હતી. જોકે પ્લેટફોર્મ નહિ મળતા અને કારકિર્દી આગળ ધપતિ નહિ દેખાતા કશ્યપ ઓમાન જતો રહ્યો હતો.

આજે ઓમાનની ક્રિકેટ ટીમનો અંકલેશ્વરનો કશ્યપ સ્ટાર બેટ્સમેન બની ગયો છે. હાલમાં જ આઈ.સી.સી.ની લીગ બે સિરીઝમાં કશ્યપએ અમેરિકાની ટીમ સામે 115 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 103 રન ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પેહલી સદી નોંધાવી છે.

ઓમાને કશ્યપના 103 રનની મદદથી 4 વિકેટે 280 રન 50 ઓવરમાં નોંધાવ્યા હતા. જેની સામે યુ.એસ.એ. ની ટીમ 9 વિકેટે 267 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓમાન કશ્યપને તેનો મિત્ર લઈ ગયો હતો. આજે તે અંકલેશ્વર ઘરે પરત આવતા માતા-પિતા અને પરિવાર ખુશીથી ગદગદિત થઈ ગયો હતો. પિતા હરિશભાઈએ ગર્વ સાથે કહ્યું હતું કે, આજે મને લોકો કશ્યપના પિતા તરીકે ઓળખે છે. જેનાથી મારી ખુશીનો પાર રહેતો નથી. આગામી સમયમાં કશ્યપની ઈચ્છા ઇન્ડિયા સામે ઇન્ટરનેશનલ મેચ ઓમાનની ટીમ વતી રમવાની છે.

 

ભરૂચ ભોલાવ એસ.ટી.ડેપો પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ૧ મહિલા ઝડપાઇ

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમા ભોલાવ એસ.ટી.ડેપો પાસે,કોલેજ રોડ ભોલાવ ભરૂચ પાસે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી.

ભરૂચ સી ડિવિઝન પોલીસે પાર્વતીબેન રતનભાઈ બારીયા ઉ.વ.૪૦ હાલ રહે-પોલીટેકનીક કોલેજના ગેટ પાસે, સેવનએક્ષ કોમ્પલેક્ષની સામે, કોલેજ રોડ ભોલાવ ભરૂચ મુળ રહેવાસી ગામ દેવધા તા.ગરબાડા જી. દાહોદ પાસેથી વિદેશી દારૂના ૧૮૦ મીલીના ક્વાટર નંગ-૨૮૮ કિ.રૂ. ૨૮,૮૦૦/- ના મુદ્દામાલ જ્પ્ત કરવા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ભરૂચ શહેરમાં દુકાનનું શટર તોડી ચોરી કરનાર એક આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

ગત તા.૨૨,૨૩/૦૬/૨૦૨રની નાઇટ દરમ્યાન ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર એસ.ટી. ડેપો સામે આવેલ ગણેશ ખમણ નામની દુકાનનું શટર તોડી ઊંચુ કરી દુકાનમાં પ્રવેશી રોકડા રૂપીયાની કોઇ ચોર ઇસમ ચોરી કરેલ, જે બાબતે ભરૂચ શહેર “એ” ડોવી. પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં આ પ્રકારના બનાવો બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર ”એ“ ડીવીઝન દ્વારા આ ગુનો શોધી કાઢવા તથા આવા બનાવો અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તથા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ, જે આધારે પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસોએ ગુનો શોધી કાઢવા ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપી રવિકુમાર ભાઇલાલભાઇ પટેલ ઉ.વ. ૨૨ રહે. ચીમનટેકરી ઝુપડપટ્ટી, સૈયદવાડ, મક્તમપુર, ભરૂચને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

ભરૂચના જિલ્લા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે યુવા પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહી તેઓ કહ્યું હતું કે રાજ્યમાં યુવા મોરચા દ્વારા એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે.રાજ્યના ૫૭૯ મંડળમાં રક્તદાન કેમ્પ યોજી ૫૧ હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો નીર્ધાર છે.જે જરૂરિયાતમંદ દર્દીઓ અને સગર્ભાઓને ઉપયોગી થઈ શકશે.

ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ૩૦ જૂન સુધી રક્તદાન શિબિરો આયોજિત કરાઈ છે.ખાસ આજે ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો દિવસ હોય તેને કાળા દિવસ તરીકે ઉજવી ભરૂચમાં યુવાનો ને માહિતગાર કરવા સેમિનાર પણ આયોજિત કરાયો હતો.

મોઢેશ્વરી હોલમાં રક્તદાન શિબિરમાં જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા અને શક્તિસિંહ ગોહિલ,યુવા મોરચા ના શહેર પ્રમુખ મિહિર સોલંકી,પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

ભરૂચ ખાતે યોજાઇ બે દિવસીય ઇનર વ્હીલ યુથ પાર્લામેન્ટ 2022

ભરૂચ ઇનરવ્હીલ કલબ દ્વારા એસ.વી.એમ.આઇ.ટી કોલેજ ખાતે બે દિવસીય (25મી – 26મી જૂન 2022) ઇનર વ્હીલ યુથ પાર્લામેન્ટ 2022 ઇવેન્ટ યોજવામાં આવી હતી.જેમાં મુખ્ય અતિથી તરીકે લેખક અને ભૂતપૂર્વ ભારતીય રાજદૂત યોગેન્દ્ર કુમાર ખાસ હાજર રહ્યા હતા.

આ યુથ પાર્લામેન્ટ ૨૦૨૨ ઇવેન્ટમાં ભરૂચ અને અંકલેશ્વરની શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓએ આ જ્ઞાન વહેંચણી અને વ્યક્તિત્વ વિકાસ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આનો ઉદ્દેશ્ય ભારતના ભાવિ જવાબદાર નાગરિકો બનવા માટે યુવાનોમાં સામાજિક જાગૃતિ કેળવવાનો છે.

ઇનર વ્હીલ ક્લબ અને ઇન્ટરેક્ટ ક્લબ ઓફ ભરૂચની ટીમો સાથે મળીને આ 2 દિવસીય ઇવેન્ટ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ ઇનર વ્હીલ ક્લબે આ ઇવેન્ટ માટે યોગદાન આપી સ્પોન્સર્સ કરવા બદલ IWC ભરૂચના પ્રમુખ રીઝવાના તલ્કીન જમીનદાર અને મહાસચિવ ઝુનેરાજમીનદાર,ડિરેક્ટર જનરલ ઈશિકા કાંકરિયા,મેનેજરીયલ ડાયરેક્ટર અને ઇન્ટરેક્ટ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ આરવ જમાદારે Kanan.co અને ડિરેક્ટર તલ્કીન જમીનદાર અને ડિરેક્ટર ઇબ્રાહિમ શેઠનો આભાર માન્યો હતો. સાથે ઇવેન્ટને સમર્થન આપવા બદલ SVMIT કોલેજના ટ્રસ્ટી જીવરાજ પટેલનો પણ આભાર માન્યો હતો.

ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળાઓમાં પ્રવેશોત્ત્સવ યોજાયો

ભરૂચના વેજલપૂર મિશ્ર શાળા ક્રમાંક નંબર 15માં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ,સંતોષી વસાહત મિશ્રશાળા ક્રમાંક ૪૨/૪૫,પોલીસ હેડ કવાટર્સ મિશ્રશાળા ક્રમાંક ૪૪માં શહેરી વિકાસ અને રાજય ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગરના ઉપ સચિવ બી.કે. ભોઇ તથા પાલિકા પ્રમુખ અમીત ચાવડાના હસ્તે કસક મિશ્રશાળા,દાંડીયાબજાર અને નવા દહેરા મિશ્રશાળામાં કુલ ૧૪૯ જેટલા બાળકોને આવકારી પ્રવેશ અપાયો હતો.

વેજલપૂર મિશ્ર શાળા ક્રમાંક નંબર 15 કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દિન નિમિત્તે જેઓ જીવનમાં શિક્ષણનું સોપાન કરવા જઈ રહ્યા છે, તેવા પ્રવેશ મેળવતા બાળકોને આજે હુંફ થી વધાવી અને શિક્ષણના ભગીરથ કાર્યમાં જોડી એક નૂતન પેઢી  ઘડતરના સહભાગી થવા આજના આ કાર્યકમમા મુખ્ય મેહમાન બી.કે.ભોઇ ઉપ સચિવ નગરપાલિકા શહેરી વિકાસ ગાંધીનગર ભરૂચ શહેર ભાજપના મહામંત્રી દિપક ભાઈ મિસ્ત્રી વોર્ડ નંબર 9ના સભ્ય ટિનેશ ભાઈ મિસ્ત્રી, સતીશભાઈ મિસ્ત્રી,રોહિણી સારંગ, ભારતીબેન વસાવા,ખારવા પંચના મહામંત્રી ઉમેશભાઈ મિસ્ત્રી સામાજીક આગેવાન નિકુલભાઈ મિસ્ત્રી,ભરતભાઈ મિસ્ત્રી,વસંતભાઈ મિસ્ત્રી,ભરૂચના શાસનાધિકારી નીશાંતભાઈ,પ્રિન્સિપલ હુસેનભાઇ મેમણ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા.

error: Content is protected !!