The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 88

ભરૂચમાં પૂજા અને તાંત્રિક વિધિના બહાને પૈસા પડાવનાર ગેંગના ૨ ઝડપાયા, ૧ ફરાર

ગત તા.૦૫/૦૭/૨૦૨૨ ના રોજ ભરૂચ શહેરમાં રહેતા એક બહેને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપેલ કે સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડ ઉ.વ.૩૫ રહે. એ/૧૫, મંગલમ સોસાયટી, ભોલાવ, ભરૂચ નાઓ જે પોતે માતાજી હોવાનુ જણાવે છે અને તેઓ લોકોની સમસ્યાઓના ઉકેલ પૂજા તથા વિધિઓ કરી આપે છે.

જેથી ફરીયાદીના ભાઇ કે જે પોતે કુટેવો ધરાવતો હોય જે કુટેવો છોડાવવા માટે ફરીયાદીએ સપના ઉર્ફે સોનલબેન ઉર્ફે માતાજીનો સંપર્ક કરી ફરીયાદીને આ માતાજી તથા ચેલાઓ ઉપર વિશ્વાસ આવતા તેમણે તારીખ: ૨૪/૦૪/૨૦૨૨ થી તા:૧૬/૦૬/૨૦૨૨ દરમ્યાન માતાજીના ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ ના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપીયા ૩,૬૭,૮૪૯/- ઓન લાઇન ટ્રાન્સફર કરેલ છતા પણ ફરીયાદીના ભાઇને સારૂ ન થતા ફરીયાદીએ માતાજીનો સંપર્ક કરતા માતાજીએ વધુ વિધિ કરવી પડશે.

જેથી ફરીયાદીએ પોતાના પૈસા પરત માંગેલ જેથી માતાજીએ ફરીયાદીને જણાવેલ કે મારા ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ તથા ભુપેશભાઇ રમણભાઇ માછી બન્ને બહુ ખતરનાક છે રૂપીયા પાછા માંગશો તો તમારે જીવ પણ ગુમાવવો પડી શકે.

આ મામલામાં ભરૂચ શહેર “એ” ડીવી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ, આવા બનાવો અટકાવવા તથા શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફ તથા અધિકારીઓ તથા પોલીસ માણસોની ટીમ બનાવી આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડ ઉ.વ.૩૫ રહે. એ/૧૫, મંગલમ સોસાયટી, ભોલાવ, ભરૂચ મુળ રહે. ભાડુકીયાનો પુલ, કાલવાડ, જી. જામનગર,ગૌરવ અનીલભાઇ પારેખ ઉ.વ.૨૬ રહે. નવીનગરી, શુક્લ તીર્થ, તા.જી.ભરૂચને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.જ્યારે આ ગુનામાં ભુપેશભાઇ રમણભાઇ માછી રહે. નવીનગરી, શુક્લ તીર્થ, તા.જી.ભરૂચને ફરાર જાહેર કરી શોધ આરંભી છે.આ કામે આરોપીઓની સઘન પુછપરછ કરી વધુ તપાસ અર્થે નામદાર કોર્ટમાં રીમાન્ડ માંગતા દિન-પ ના પોલીસ રીમાન્ડ મંજુર થયેલ છે.

ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની નગરચર્યા માટે પોલીસતંત્ર સજ્જ

ભરૂચ જિલ્લામાં ૪ સ્થળેથી નીકળનારી જગન્નાથ રથયાત્રા ને લઇ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ સાથે ચુસ્ત બંદોબસ્ત મુકી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયત્નો હાથધરાયા છે. જેમાં દરેક રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ યાત્રા ને લઇ રૂટ પર જરૂરી સ્થળ અને પોઇન્ટ પણ ચેક કર્યા હતા. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ખડેપગે બંદોબસ્ત કરશે. તા.1 લી જુલાઈ ના રોજ ભરૂચ અને અંકલેશ્વર ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રા વાજતે ગાજતે નીકળશે ત્યારે યાત્રા ને પગલે પોલીસ વિભાગ પણ સજ્જ થયું છે.

રથયાત્રા વિષે માહિતિ આપતા એસ.પી.ડૉ.લીના પાટીલે જણાવ્યું કે, આજરોજ ભરૂચના એ ડિવિઝન,બી,ડીવિઝન,સી ડિવિઝન અને અંકલેશ્વર શહેર પોલીસ મથકેથી રથયાત્રા યોજાશે. પોલીસ દ્વારા રથયાત્રા નો રોડ મેપ આધારે પેટ્રોલિંગ કરી જરૂરી નિરીક્ષણ પણ કર્યું હતું આ ઉપરાંત પોલીસ દ્વારા ચાલુ વર્ષે ૧૩૮ બોડી કેમ અને ડ્રોન સાથે પોલીસ જવાનો પણ રથયાત્રા સાથે રહેશે.

ભરૂચ જિલ્લાની ચારેવ રથયાત્રા બંદોબસ્ત માટે ૨ એ.એસ.પી, ૨ ડીવાયએસપી, ૪ પી. આઈ. પી.એસ.આઈ. તેમજ 1૦૦૦ પોલીસ જવાનો અને મહિલા પોલીસ ખડેપગે બંદોબસ્ત માં રહેશે. ૪૦૦ જેટલા હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનો સાથે પોલીસ ની મદદ માં એસ. આર.પી સેક્સન ટીમ અને પોલીસ ની વિશેષ સર્વેલન્સ સ્કોર્ડ ની એક ટીમ તેમજ એસ. ઓ.જી, એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ પણ બંદોબસ્ત માં જોડાશે. તો પીક પોકેટર માટે પણ પોલીસ અલગ થી સિવિલ ડ્રેસ કોર્ડ માં તૈનાત રહેશે.જેના કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ બનશે અને રથયાત્રા શાંતિપુર્ણ રીતે પૂર્ણ થશે.

ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે ગારદા- મોટા જાંબુડાની મોહન નદીમાં ઘોડાપૂર!

  • ભારે વરસાદને લઈને મોહન નદીનો ચેકડેમ છલકાયો

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિત અનેક ગામડાઓમાં આજે સવારે થી ધોધમાર વરસાદ  ખાબક્યો હતો. જેથી ગારદા – મોટા જાંબુડા ગામને અડીને મોહન નદી આવી છે, જેમાં ઘોડાપુરની સ્થિતી સર્જાઇ હતી, ભારે વરસાદ થી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો હતો.

તેમજ કોઝવે ઉપર પણ પાણી ફરી વળતા, આજુબાજુના ગામડાઓના વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો હતો, તેમજ નદીઓ નાળા બે કાંઠે થતા આસપાસના લોકો સુંદર નજારાને જોવા દોડી આવ્યા હતા. ચોમાસાનાં પહેલાં જ મેઘરાજાની મહેરના પગલે નદી-જળાશયોમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

જંબુસર ખાતે સિગારેટના નાણાં માંગતા થયેલી બબાલમાં તોફાનીઓ દ્વારા મહિલાને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ!

  • તોફાની ટોળાની સામે નોંધાયો ગુનો

ભરૂચ જિલ્લાના જંબુસર નગર ના કાવી રીંગરોડ ઉપર આવેલ દુકાન મા સિગારેટ ના નાણાં દુકાનદારે માંગતા ઉશ્કેરાયેલા ઈસમે ફોન કરી તેના મિત્રો ને બોલાવી હુમલો કર્યો હોવાના તથા હુમલા દરમિયાન ત્યાં હાજર મહિલા ઉપર ટોળામાંથી કોઈક પ્રવાહી ભરેલ બોટલ નાંખી જાન થી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં ધટના સ્થળે દોડી જંબુસર પોલીસે ટોળા ને વિખેરી ને પરિસ્થિતી ઉપર કાબુ મેળવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

જંબુસર નગર ના કાવી રીંગરોડ ઉપર દુકાન ધરાવતા વિશાલભાઈ ઠાકોર ની દુકાન ઉપર એક યુવક સિગારેટ લેવા ગયો હતો.  સિગારેટ લીધા બાદ દુકાનદાર વિશાલભાઈ ઠાકોરે યુવક પાસે સિગારેટ ના પૈસા માંગતા ઉશ્કેરાયેલ યુવકે બબાલ કરી હતી. તેણે તેના મિત્રો ને ફોન કરી બોલાવતા ૨૫ થી ૩૦ જેટલા યુવકો દુકાન ઉપર ધસી આવી હુમલો કરી તોડફોડ કરી હતી. આ દરમિયાન દુકાનદાર વિશાલ ને બચાવવા લોકો દોડી આવ્યા હતા.

આ તબક્કે એક મહિલા ઉપર ટોળા માંથી કોઈક પ્રવાહી ભરેલ બોટલ નાંખી જાન થી મારી નાંખવા નો પ્રયત્ન કર્યો હતો.  પરિસ્થિતિ વણસી રહી હોવાની જાણ થતાં જંબુસરના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.બારીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા.  હુમલો કરનાર ટોળા ને વિખેરી પરિસ્થિતી ઉપર કાબુ મેળવ્યો હતો.

બનાવ સંદર્ભે જંબુસર પોલીસ મથકે વિશાલ ઠાકોરે ૨૫થી ૩૦ વ્યક્તિઓ ના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરો ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ જંબુસર ખાતે વધુ પોલીસ ફોર્સ ખડકી દીધો હતો.

 

રાજસ્થાનમાં જેહાદીઓ દ્વારા હત્યાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે આપ્યું આવેદન

ભરૂચ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના સેજલ દેસાઈના નેજા હેઠળ ઉદેપુર રાજસ્થાનમાં થયેલ હત્યા મુદ્દે સજા અને જેહાદી માનસિકતા ધરાવતા લોકોનો આર્થીક બહિષ્કારની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

આવેદનમાં જણાવાયું કે છેલ્લા ઘણા દિવસોથી હિંદુઓની નિર્દયતાથી હત્યાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ હત્યાઓ પાછળ કેટલાક પાકિસ્તાની જેહાદીઓનો હાથ હોવાની શક્યતા જણાય છે, તેથી આવી માનસિકતા ધરાવતા જેહાદીઓએ ફાસ્ટ કોર્ટ લગાવીને એક મહિનામાં ફાંસીની સજા આપવી જોઈએ અને ઉદયપુરની ઘટના દર્દનાક ઘટના છે.તેના હત્યારાઓને એક મહિનામાં ફાંસી આપવામાં આવે.

પિડિતના પરિવારના એક સભ્યને સરકારી નોકરી મળવી જોઈએ અને આવી જેહાદી માનસિકતા ધરાવતા લોકોનો રાજસ્થાનમાં આર્થિક બહિષ્કાર કરવો જોઈએ.

આવી માનસિકતા ધરાવતા તમામ લોકોને શોધીને તેમની તાત્કાલિક ધરપકડ કરો, તેમની પાછળ કોણ છે, કોણ કાવતરાખોર છે, આવા લોકોની ઓળખ કર્યા પછી અને રાજસ્થાનમાં આવા લોકોના આશ્રયદાતા કોણ છે, આવા લોકોને પણ ફાંસી આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવા દુષ્કર્મ કરનારા લોકોને કોઈપણ પ્રકારનો સહકાર ન મળે તે માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈસ્લામિક જેહાદી આતંકવાદ સામે ઈઝરાયેલની જેમ યુદ્ધ કરવું જોઈએ. મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ ની દક્ષિણ ગુજરાતના પ્રાંત પ્રમુખ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સેજલ દેસાઈ માંગણી કરી છે.

ઝઘડીયાના રાજપારડી પંથકમાં ૬૮ જોડાણોમાંથી ૨૫ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઇ

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી તેમજ આજુબાજુના ગામોમાં વહેલી સવારે વીજ કંપનીની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વિજીલંસની ટીમોએ એક ડ્રાઇવ અંતર્ગત આકસ્મિક વીજચેકિંગ હાથધરીને ૬૮ જોડાણોમાંથી ૨૫ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી પાડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વિજીલંસની ૩૪ જેટલી ટીમોએ ૨૨ વાહનોના કાફલા સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી બુધવારે વહેલી સવારે રાજપારડી,સારસા,માધવપુરા,વિગેરે વિસ્તારોમાં આકસ્મિક વીજચેકિંગ હાથધર્યુ હતું.

આ દરમિયાન વીજ કંપનીની ટીમોએ ૫૬૫ જેટલા વીજ જોડાણો જીણવટભરી રીતે તપાસ્યા હતા અને તપાસની કામગીરી દરમિયાન કુલ ૬૮ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતીઓ બહાર આવતા ૨૫ લાખ રૂપિયા ઉપરાંતની વીજચોરી ઝડપાવા પામી હતી. વિવિધ પ્રકારે અવનવી તરકીબો વાપરી વીજચોરી કરતા ગ્રાહકોના લંગરીયાઓ,મિટરો,કેબલો વીજ કંપનીએ જપ્ત કરી દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથધરતા વીજળીની ચોરી કરતા લોકોમાં વહેલી સવારે ભારે ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ બુધવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા વીજચોરી ઝડપી પાડવા એક ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડ્રાઇવ અંતગર્ત વીજચોરી ઝડપી પાડવા મોટાપાયે વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

જંબુસરના ટુંડજમાં ચૂંટણીમાં ઉભા રહેવાની રીશે હૂમલો કરતા રોહિત સમાજે આપ્યું આવેદન

જંબુસરના ટુંડજ ગામે સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાને અનુ.જાતિના નામે અપમાનજનક શબ્દો વાપરી આરોપીઓએ ગાળાગાળી કરી ધારીયા, ડાંગો જેવા મારક હથિયારોથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રોહિત સમાજ દ્વારા યોગ્ય પગલાં લેવા બાબત જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

સંત શિરોમણિ રૈદાસ એન્ડ યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંસ્થાના આગેવાનોએ આપેલ આવેદનમાં જણાવ્યું કે, રોહિત સમાજના સુરેશભાઈ ડાહયાભાઈ વાઘેલા અગાઉ ચૂંટણીમાં ઉભા રહેલ તેની રીસ રાખી તા.૨૪ /૬/૨૦૨૨ ના રોજ સુરેશભાઈ તળાવની પાસે બેઠેલા હતા તે વખતે તે ગામના મુન્નાભાઈ, સાદીક અદેસંગ સિંધા અજીતસિંગ, આશિક અજીતસંગ સિંધા, કેશરીસંગ ફતેસંગ સિંધાએ ઇકો ગાડીમાં આવી સુરેશભાઈ ડાહયાભાઈને ગાળાગાળી કરી ડાંગો વડે ઉપરાછાપરી સપાટા મારી તેમજ ધારીયા વડે સુરેશભાઈને પગમાં ઘા મારી કહેલ કે સાલાને મારો પંચાયતની ચુંટણીમાં આપણી સામે ઉભો રહેશે અને બહુ રસ લીધેલો તેથી જોઈ લઈશ અને જાતિવિષયક ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવમાં સુરેશભાઈ ડાહયાભાઈને બંને પગે ગંભીર ઈજાઓ થયેલી અને બંને હાથોમાં ઈજા પહોંચાડતા કાવી પોલીસ સ્ટેશને આ મંડળી કાયદો હાથમાં લઈ ગમે ત્યારે ઈજાઓ પહોંચાડી દલિત વર્ગના લોકોને રંજાડી રહેલ છે અને અનુ.જાતિ પ્રત્યે તિરસ્કાર ધરાવે છે તેથી આ તમામ આરોપીઓને અટક કરી રીમાન્ડ મેળવી સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી કરવાની અમે માંગણી કરી હતી.

સાથે આ આરોપીઓ માથાભારે તેમજ વારંવાર ગુન્હો કરવાની ટેવવાળા છે . તેથી તેઓને ગામમાંથી તડીપાર કરવા અને અગાઉના ગુન્હામાં જામીન મેળવેલ હોય તો તેઓના જામીન રદ્દ કરી જેલમાં ધકેલવા તેમજ ભોગ બનેલ પરિવારને સરકારી ધારાધોરણ મુજબ વળતર ચુકવવા અને કુંજ ગામે ભોગ બનનારાઓને પોલીસ રક્ષણ આપવાની માંગણી કરી હતી.

ભરૂચ પીઝા હટના પીઝામાં નીકળ્યો કાચ,ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હાથધરી તપાસ!

ભરૂચ એ.બી.સી ચોકડી નજીક આવેલ પીઝા હટના પીઝામાંથી કાચનો ટુકડો નીકળવાની ઘટના બનતા ગ્રાહકની ફરીયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમુના લઈ તપાસ હાથધરી છે.

મંગળવારે સાંજે બનેલ આ ઘટનામાં અમદાવાદથી મિત્રને ભરૂચ મળવા આવેલ ગ્રાહક અતુલભાઇએ મિત્ર મનોજ્ભાઇને આવવાની વાર હોય પીઝા હટમાં બેસી રૂપિયા ચુકવી પીઝાનો ઓર્ડર આપ્યો હતો. જે પીઝા ટેબલ ઉપર સર્વ થતાં અતુલભાઇએ પીઝાનો એક ટુકડો ખાતા તેમના પીઝામાં કાચની ડીસનો તુકડો નીકળ્યો હતો.જેના કારણે તેમને મોઢામાંથી લોહી પણ નીકળ્યું હતું.

આ મામલે ગ્રાહક અતુલભાઇએ પીઝા હટના મેનેજરને ફરીયાદ કરી તેમનું કિચન જોવા કહેતા મેનેજર યાદવે નનૈયો ભણી પોતાની આપખુદશાહીના દર્શન કરાવી, આમાં કંશું થાય નહીં તમારે જે કરવું હોય તે કરીલો કહી દાદાગીરી કરતા ગ્રાહક અતુલભાઇએ આ સમગ્ર મામલે પીઝા હટની મુખ્ય ઓફીસે ફરીયાદ કરવા સાથે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ભરૂચને ફરિયાદ કરી છે.

આ ફરીયાદ થતાં જ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારરી આશિષ વલવીના માર્ગદર્શન મુજબ તેમની ટીમ દ્વારા બુધવારે પીઝા હટ ઉપર જઈ ડીલેવરી બંધ રખાવી ત્યાં બનતા પીઝાના સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.

બીએપીએસ મંદિર ખાતે વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયેલ બાળકોનું કરાયું અભિવાદન

જંબુસર બીએપીએસ મંદિર ખાતે રવિસભામાં પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલ વ્યસનમુક્તિ તથા પ્રકૃતિ સંવર્ધન અભિયાન માં જોડાયેલ  બાળ     બાલિકાઓનો અભિવાદન સમારોહ નિલકંઠ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત બીએપીએસ દ્વારા સમાજના ઉત્થાન માટે  અનેક કાર્યક્રમો જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.જંબુસર નો તણા નહાર આમોદ ક્ષેત્રના નાના બાળ બાલીકાઓએ પ્રમુખસ્વામીનો સંદેશ વ્યાપક બનાવવા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન હેઠળ ઘરે ઘરે જઈ બધાને વ્યસનમુક્ત બનવા અપીલ કરી હતી.જેઓનો અભિવાદન સમારોહ જંબુસર મંદિર ખાતે નિલકંઠ જીવન સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં યજ્ઞ જીવન સ્વામી નારાયણ પ્રકાશ સ્વામી મુનિ જીવન સ્વામી ખાસ હાજર રહ્યાં હતાં  અને સંતો દ્વારા બાળકો પર પુષ્પવર્ષા કરી  તિલક કરી પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.

જંબુસર ક્ષેત્રના બાળકો દ્વારા વ્યસનમુક્તિ તથા પ્રકૃતિ સંવર્ધન અભિયાન ના થયેલ કાર્યને બિરદાવ્યું હતું. આ અભિયાન થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવી છે બાળક બોલતો થયો છે. બાળકમાં રહેલ ડર દુર થયો છે.આ સહિત ભવિષ્યની પેઢીને પણ ઘણો ફાયદો થશે તેમ નીલકંઠ સ્વામીએ જણાવ્યું હતું  પૂજ્ય મહંત સ્વામીએ આ પ્રસંગે સૌને આશીર્વચન પાઠવ્યાં હતાં તથા ડિસેમ્બર માસમાં યોજાનાર મહોત્સવની માહિતી નો વિડીયો સૌએ નિહાળ્યો હતો.આ સમારોહમાં અગ્રણીઓ સત્સંગી ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

વાગરાના લીંબડી ગામે જી.આઈ.ડી.સી.એ પાકો રસ્તો ખોદી નાંખતા ખેડૂતોને મુસીબત

વાગરા તાલુકા ના લીંબડી ગામ ના ખેડૂતો એ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્રમા જણાવ્યું છે કે લીમડી ગામમાંથી અંભેલ ગામ જવા માટે ડામરનો રોડ બનાવવામાં આવેલ હતો અને ગામ લોકો માત્ર આ રોડથી સાધનો લઈ ખેતરમાં ખેતી કામ કરવા માટે જતા હતા, હાલમાં જી.આઇ.ડી.સી. એ આ પાકો ડામ રોડ આશરે ૧૦ કુટ પહોળો અને  દોઢ કિ.મી. લાંબો રોડ નવો પાકો રોડ બનાવવા માટે ખોદી કાઢેલ છે.

આ રોડ ખોદવામાં આવતા ગામ લોકોએ જી.આઇ.ડી.સી. ના ઓફિસરોને જણાવેલ કે હાલમાં ચોમાસમાના દિવસ નજીક છે જેથી પાકો રોડ ખોદકામ કરવો નહિં પરંતુ ઓફિસરોએ જણાવેલ કે જી.આઇ.ડી.સી.માં આવવા જવા માટે પાકો રોડ બનાવવો જરૂરી છે અને તમોને આ રોડથી સારો મેટલ નાંખી બનાવી આપીશું જેથી ગામ લોકોએ વાંધો લીધેલ નહિં પરંતુ હાલમાં જી.આઇ.ડી.સી. ડોઢ કિ.મિ. લાંબો રોડ અને ત્રણ કુટની ઉંડાઈ વાળો રોડ ખોદી કાઢેલ છે. તેથી ખેતેરોમાં આવવા જવા માટે મુશ્કેલી ઉભી થયેલ છે.

બીજું ચોમાસાના પાણીનો કોઇ નિકાલ નહિં થવાથી ખેતરોમાં જવાઇ તેમ નથી. તથા ખેતરોમાં જવાય એમ ન હોવાથી ખેતરોમાં વાવણી કઇ રીતે કરવી ? એ એક મોટો પ્રશ્ન છે અને વાવણી ન કરીને તો આર્થિક રીતે ઘણું જ નુકશાન વેઠવું પડે તેવી શકયતાઓ તથા ભય સતાવી રહયો છે.તે ઉપરાંત ઢોરોને ચરાવવા માટે પણ ગોચરમાં જવા આવવા માટે કોઇ રસ્તો રાખેલ નથી અને ઢોરો ભુખે મરી જાય તેમ છે.

જી.આઇ.ડી.સી. ના અધિકારીઓની બેદરકારીના કારણે કોઈપણ જાતનો અગાઉથી વિચાર કર્યા વગર પાકો ડામર રોડ ખોદી કાઢેલ છે. જેના કારણે ચાલુ સાલે પાકનું વાવતેર કરી શકાય તમે નથી. જેથી ખેડુતોને ખુબજ મોટું આર્થિક નુકશાન થાય તેમ છે. જેનું  વળતર ચૂકવવા તેમજ ખેતર માં આવવા જવા માટે તાત્કાલિક રસ્તાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

error: Content is protected !!