The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 78

અંકલેશ્વર યુનિયન બેંક લૂંટમાં ભરૂચ પોલીસે 5 લૂંટારું, 4 તમંચા અને રોકડા રૂ.37.79 કર્યા રિકવર

  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડા અને ભરૂચ પોલીસને આપ્યા અભિનંદન

અંકલેશ્વર પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં બેંક ક્લોઝિંગ ટાઈમે બે બાઇક ઉપર 5 બુકાનીધારી લૂંટારું ત્રાટકયા હતા.બેંકના સ્ટાફ, ગાર્ડ અને લોકોને તમંચાની અણી એ બંદક બનાવી રૂ.44 લાખની લૂંટ ચલાવી તેઓ ભગવા જઈ રહ્યા હતા. જોકે બહાર કરીયાણું લેવા આવેલા સાયબર સેલના ધર્મેન્દ્રસિંહ ઝાલા એ હિંમતભેર લૂંટારુંને પડકાર્યા હતા.

પોલીસ કંટ્રોલ ઉપર લૂંટનો મેસેજ છૂટતા જ પહેલેથી જ રાતની ફાયરિંગની ઘટનામાં તપાસમાં રહેલા LCB પી.આઈ.કે.ડી. મંડોરા, પંચાણી, જે.બી. જાદવ, એમ.એચ. વાઢેર, જે.એન. ભરવાડ, શકોરિયા સહિતના એક્શનમાં આવી ગયા હતા. લૂંટારુઓએ તેમના ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પ્રતિકારમાં પોલીસના 2 રાઉન્ડ ફાયરિંગમાં જ એક લૂંટારું રાહુલકુમાર ઘવાયો હતો અને લૂંટના રૂ.22.54 લાખ સાથે ઝડપાયો હતો.

મીરાનગરમાં પોલીસના રાતે ચાલેલા સર્ચ ઓપરેશનમાં અન્ય 4 લૂંટારું રોહિત નવલ મંડલ, મનીષ નરેશ મંડલ, મુકેશ નવલ મંડલ અને દિપક સુબોધ સીંગને 4 તમંચા, બે બાઇક અને 5 મોબાઈલ સાથે લૂંટના અન્ય રોકડા 15.25 લાખ સાથે દબોચી લીધા હતા. સમગ્ર ઓપરેશન માત્ર 8 કલાકમાં પાર પડાયું હતું. હજી લૂંટના રૂ. 6.45 લાખ, આરોપીઓની વ્યક્તિગત સહિત ગુનાહિત કુંડળી, લૂંટ પાછળનું ઉદ્દેશ્ય અને સમગ્ર પ્લાન અંગે પોલીસ વધુ ઇન્ટ્રોગેશન કરી રહી છે.

અંકલેશ્વર ખુશ હાઈટસ વિઝનના પાર્કિંગમાં કારના કાચ તોડી રૂ. 3.50 લાખની ચોરી

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ખુશ હાઈટસ વિઝનના પાર્કિંગમાં ફરીયાદી કાર મૂકીને નવું મકાન જોવા ગયા હતા. દરમિયાન કારના કાચ તોડીને ત્રણ અજાણ્યા ઈસમો કારમાં મુકેલા રૂ. 3.50 લાખની ચોરી કરીને પલાયન થઈ ગયા હતાં.

અંકલેશ્વર GIDC વિસ્તારમાં વિઝન સ્કૂલ નજીક નિર્માણ પામી રહેલ ખુશ હાઇટસ માં અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરેશ શંકરભાઈ પટેલ ગુરૂવારે બપોરના 12 વાગ્યાના અરસામાં નવા મકાન જોવા ગયા હતા. જેમાં ફરીયાદી પોતાની કાર ખુશ હાઇટસના પાર્કિંગમાં પાર્ક કરીને ગાડી લોક કરીને ગયા હતા. ત્યારે ત્રણ જેટલા અજાણ્યા બાઇક સવાર ઈસમોએ નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાંચ તોડીને કારની અંદર બેગમાં મુકેલા હરેશ પટેલના રૂપિયા 3,50,000 ની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતાં.

હરેશ પટેલના એક કલાક બાદ નવું મકાન જોઈને પરત આવતા તેમની કારનો કાચ તૂટેલો હોય અંદર જોતા બેગમાં મુકેલા રૂ.3.50 લાખ નહિ મળતા ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેમણે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર તંમચાની અણીએ લુંટ,૧ ઝડપાયો

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં બુધવારે મધરાતે ફાયરિંગની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગુરુવારે ધોળે દહાડે લૂંટ અને ફાયરિંગની વધુ એક ધટના સામે આવી છે. જેમાં ભરચક એવા પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકની શાખામાં 4 જેટલા લૂંટારુઓએ તમંચાની અણી એ લૂંટ ચલાવી હતી.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસે નાકા બંધી દરમિયાન લૂંટારુઓને પડકાર્યા હતા. લૂંટારુઓએ પોલીસ ઉપર ફાયરિંગ કરતા જવાબમાં પ્રતિકારમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જેમાં એક લૂંટારું ઝડપાઇ ગયો હોવાના હાલ બિનસત્તાવાર અહેવાલ સાંપડી રહ્યા છે.

આ ઘટના બાદ તુરંત જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત નો કાફલો દોડી ગયો હતો. હાલ પોલીસે ઠેર ઠેર નાકાબંધી, ચેકીંગ સફહે4 લૂંટારુઓને ઝબ્બે કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જવાબી ફાયરિંગમાં એક લૂંટારું ઘવાયો હતો. જિલ્લા પોલીસ દ્વારા ₹22.70 લાખ, ત્રણ દેશી કટ્ટા અને એક ઘવાયેલા લૂંટારુંને ઝડપી લેવામાં આવ્યો છે.

સુરત તિરંગા યાત્રામાં વાત્સલ્યભાવનાની સાથોસાથ રાષ્ટ્રભાવના

મા ભારતીની કૂખે જન્મ લેનાર દરેક ભારતીયો માટે દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રીય ધ્વજ દેશભક્તિનું પ્રતિક છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સુરતમાં આયોજિત ‘તિરંગા પદયાત્રા’માં સુરતવાસીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે સુરતની તિરંગા પદયાત્રામાં બાળકો, યુવાનો, મહિલાઓ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા જોડાયા હતા.

તિરંગા યાત્રામાં પાંચ વર્ષનું સ્કેટર બાળક સ્કેટિંગ બુટ પહેરી પોતાની માતા સાથે જોડાયું હતું. બાળકે સ્કેટિંગ કરતા કરતા લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમથી કારગીલ ચોક સુધીના બે કિમીનું અંતર કાપ્યું હતું. આગળ બાળક અને પાછળ બાળકની માતાએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને પ્રોત્સાહિત કર્યું હતું. માતા અને બાળકની આ તસ્વીરમાં વાત્સલ્યભાવનાની સાથોસાથ રાષ્ટ્રભાવના ઝલકતી દેખાઈ રહી છે.

આમોદ તાલુકા ખરીદ વેંચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ વિજેતા

આમોદ મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને મામલતદાર ડૉ.જે.ડી.પટેલની અધ્યક્ષતામાં આમોદ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘનું ચૂંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે હસમુખભાઈ પટેલ (રોંધ) તથા વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ માનસિંહ રાજ(કેરવાડા)ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ચૂંટણી પ્રક્રિયા વખતે આમોદ તાલુકાના સહકારી આગેવાનો તેમજ ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘને કોંગ્રેસ પાસેથી આંચકી લઈ ભાજપે સત્તા હાંસલ કરી હતી.ચેરમેન હસમુખભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન સંજયસિંહ રાજની બિનહરીફ વરણી થતાં શુભેચ્છકોએ તેમને ફુલહાર ચઢાવી અભિનંદન પાઠવ્યા હતાં.તેમજ વાઇસ ચેરમેન સંજયસિંહ રાજે સહકારી આગેવાનોનું મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

ચેરમેન હસમુખભાઈ પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલનો આભાર વ્યક્ત કરી સંસ્થાને સુવ્યવસ્થિત ચલાવવાની ખાતરી આપી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક એક ટ્રાવેલર્સ ઉપર મોડી રાતના ફાયરીંગ

ગતરાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં અહમદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે અહમદ ઉપર કયા કારણો સર ફાયરિંગ કરવામાં આવ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ કરીને શહેરના સીસીટીવી ફૂટેજ ચકાસણી સહિતની કામગીરી શરૂ કરી છે.

જોકે સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ચૂંટણીની અદાવતે આ ઈસમ ઉપર હુમલો કરાયો હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. આ ઇસમના પત્નીને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ અંગે કેટલાય ઈસમો સાથે તેમની ચૂંટણી બાબતે તકરાર ચાલતી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે હાલમાં તો હુમલાખોરોને શોધી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ભરૂચના મહાવીર નગર પાસે બહેનને હેરાન કરનારને ઠપકો આપવા ગયેલ ભાઇ પર હૂમલો

ભરૂચના મહાવીર નગર પાસે આવેલાં સાંઇમંદિર પાછળ રહેતાં યુવાનની બહેનને વિસ્તારમાં જ રહેતો એક યુવાન પરેશાન કરતો હોઇ તે તેને ઠપકો આપવા ગયો હતો. દરમિયાન પરેશાન કરનાર યુવાને તેની સાથે ઝડઘો કરી તેના પરિવારના સભ્યો સાથે મળી માર મારી ભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધાવા પામ્યો છે.

ભરૂચ શહેરના મહાવીર નગર ખાતે આવેલાં સાંઇમંદિર પાછળ રહેતાં અજય મનુ ઘીવાલાની બહેનની વિસ્તારમાં જ રહેતો બંસી ભરત આંબલીયા હેરાનગતિ કરતો હતો. જેના પગલે અજય તેને સમજાવવા ગયો હતો કે, તું મારી બહેનને હેરાન શા માટે કરે છે. જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

દરમિયાન તેનું ઉપરાણું લઇને મીના ભરત આંબલિયા, પુનમ કિરણ આંબલીયા તેમજ કિરણ આંબાલિયાએ એક સંપ થઇ તેમના પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બાનાવ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી છે.

કોંગ્રેસના ગઢ જોલવામાં ગાબડું, 40 આગેવાનો ભાજપમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવામાં કોંગ્રેસ મજબૂત થવાના સ્થાને રોજે રોજ તૂટી રહી છે. ભરૂચના વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ગઢ ગણાતા જોલવા ગામમાં ભાજપે મોટું ગાબડું પાડી કોંગ્રેસને હચમચાવી મૂકી છે. જોલવાના 40 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હાથે કેસરિયો ધારણ કરી કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસ હતભ્રત બની છે.

કોંગ્રેસના દિગગજ નેતા અહેમદભાઈ પટેલના મૃત્યુ પછી ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો જાણે કોઈ રખેવાળ જ નથી. કોંગ્રેસને  જાતિ અને જ્ઞાતિવાદની ઉધઈ લાગતા અંદરથી ખવાઈ રહી છે. સત્તા અને હોદ્દા મેળવવાની લાલસામાં આગેવાનો એક બીજાના વિરોધી બન્યા છે. આગેવાનો ટાંટિયા ખેંચની રમતમાં મશગુલ બન્યા છે. તેવામાં ઘણા આગેવાનો અને કાર્યકરોમાં નિરાશા ઉભી થઇ છે. જ્યારે બીજી બાજુ સત્તાસ્થાને બેસેલ ભાજપના શિસ્ત, સંયમ, સંસ્કાર અને રાષ્ટ્રવાદની વિચારધારા સાથે ચાલતા વિકાસના કામોથી હવે લોકો આકર્ષાઇ રહ્યા છે. જેમાંથી ખુદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ બાકાત નથી.

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે ત્રણ મહિનાથી કોંગ્રેસના કકળાટથી કંટાળેલા આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેવામાં કોંગ્રેસના ઘઢ ગણાતા જોલવા ગામમાં જ મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસની ટાંટિયા ખેંચની રમતથી નારાજ અને ધારાસભ્ય અરુણસિંહ રણાના કામોથી પ્રભાવિત 40 આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસને છોડી ભાજપની વિચારધારાને અપનાવી છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્ક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરિયો ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે જોલવા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલનું ગામ છે. સુલેમાન પટેલે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ભાજપના મજબૂત આગેવાન અરુણસિંહ રણા સામે તેમની હાર થઈ હતી. આ વખતે પણ તેમને ચૂંટણી જંગ માટે એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી છે. પરંતુ તેમને બાર સાંધતાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં હવે તેમના જ ગામમાં ભાજપે ગાબડું પાડતા વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસની હાલત વધુ નાજુક બની છે.

દાંડી યાત્રા માટે આવેલા વિદેશીઓએ આમોદમાં મંદિરના દર્શનનો લાભ લીધો

સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા માટે આવેલા બે વિદેશી યુવક યુવતીએ ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થઈ આમોદ નગરમાં આવેલા વિવિધ મંદિરોના દર્શન કર્યા હતાં.

ગાંધીજીના મૂલ્યોથી પ્રભાવિત બનેલા પોલેન્ડના રીકી તેમજ ઇટલીની ઇરિકા મિઘાલી સ્પેનમાં સાથે રહે છે.તેઓ ગાંધી વિચારથી પ્રભાવિત હોય અમદાવાદના સાબરમતી આશ્રમથી પગપાળા  દાંડીયાત્રા કરીને આમોદ આવ્યા હતાં.રસ્તામાં આવતા અનેક ગાંધી સ્મારકો તેમજ આશ્રમોની મુલાકાત લીધી હતી.

દાંડી યાત્રા માટે આમોદ આવેલા વિદેશી દાંડીયાત્રીઓ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હોય તેમણે ભીમપુરા ગામે સાંઈબાબા મંદિર,આમોદમાં બાપા સીતારામ મંદિર,વણઝારી વાવ તેમજ પ્રાચીન ગણપતિ મંદિરે દર્શન કર્યા હતાં તેમજ સાંજની ગણપતિ દાદાની આરતીનો પણ લાભ લીધો હતો.તેમણે જણાવ્યું હતું કે દાંડીયાત્રાએ ઇતિહાસને બદલી નાખ્યો હતો.તેઓ ગાંધીજીના શાંતિ અને ભાઈચારાના હિમાયતી છે.

તેમની પદ યાત્રા દરમિયાન તેઓને દરેક ગામ તરફથી સારો સહકાર મળ્યો હતો.અને તેમની સાથે દાંડીયાત્રામાં પણ જોડાયા હતાં.રીકીએ જણાવ્યું હતું કે તેઓ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી દાંડી ખાતે કરશે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

આમોદ તાલુકાના તલાટીઓની અચોક્કસ મુદતની હડતાળથી લોકોના કામો અટવાયાં!

આમોદ તાલુકા તલાટી કમ મંત્રીઓએ ગત રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આજથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામતા ગામલોકોના કામો અટવાઈ ગયા હતાં.

ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર હડતાળ કરતાં તલાટીઓએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતાં.અને જ્યાં સુધી રાજ્ય તલાટી મંડળનો આદેશ ના થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખી સરકાર સામે લડતના શ્રી ગણેશ કર્યા હતાં.અને પોતાની પડતર માંગણીઓ જેવી કે ૨૦૦૪-૦૫ ની નોકરી સળંગ કરવા બાબતે, ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત, રેવન્યુ તલાટી માં મર્જ કરવા બાબતે અચોક્કસ મુદતની હડતાળ કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ
error: Content is protected !!