The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 68

ભરૂચ જિલ્લાના સરકારી કર્મચારીઓઓએ જૂની પેંશન યોજનાની માંગ સાથે યોજી રેલી

ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચાના નેજા હેઠળ હજારો સરકારી કર્મચારીઓએ જૂની પેંશન યોજના લાગુ કરવા, કેન્દ્રની જેમ વય મર્યાદા 60 વર્ષ કરવા, સાતમો પગાર પંચ ભથ્થું, 45 વર્ષ બાદ ખાતાકીય પરીક્ષા નહિ, ફિક્સ પગાર નાબુદી સહિતની 15 માંગણીઓ સાથે મુખ્ય માર્ગો પર બેનરો, સુત્રોચ્ચારો સાથે રેલી સ્વરૂપે પ્રદર્શન યોજયું હતું.

ગુજરાતમાં હવે ચૂંટણી ટાણે વિવિધ આંદોલન અને વિરોધ વંટોળ સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. ભરૂચમાં 3 યોજનાને લઈ શનિવારે ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યા બાદ રેલવે સ્ટેશનથી કલેકટર કચેરી સુધી સરકારી કર્મચારીઓએ વિરાટ રેલી કાઢી હતી.

રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓની વિશાલ રેલી કલેકટર કચેરી ખાતે પોહચી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધતુ આવેદન કલેકટરને પાઠવ્યું હતું. જો માંગણીઓ નહિ સંતોષાય તો ફરીથી 11 મીએ મહારેલી અને આવદેન. 17 મી એ માસ સીએલ, 22 મી એ પેન ડાઉન અને આખરે 30 સપ્ટેમ્બરથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું એલાન કરી દેવામાં આવ્યું છે.

પી.એમ મોદીના ૩ પ્રોજેક્ટો સામે ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરીએ કર્યું શક્તિ પ્રદર્શન

પી.એમ.મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટોમાં જમીન ગુમાવનાર ખેડૂતો આજે વળતરની રકમ અંગે નારાજગી સાથે મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ એકત્રિત થયા હતા.

સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી યોજના જેવી કે બુલેટટ્રેન , ભાડભૂત બેરેજ અને એક્સપ્રેસ વે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા અંક્લેશ્વર , ભરૂચ અને આમોદમાંથી પસાર થાય છે. ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ સરકારના દરેક યોજનાના અને વિકાસના વિરોધી નથી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતમાં જમીન સંપાદન અધિનિયમ – ૨૦૧૩ લાગુ કરી ક્લમ ૨૬ (૨) પ્રમાણે બજાર કિંમત રીવાઈઝ કરવાની જોગાવઇ રાખી છે જેના આધારે દક્ષિણ ગુજરાતના ૩ જિલ્લામાં વળતર ચુકવવામાં આવ્યુ છે. જાન્યુઆરી -૨૦૨૨ થી આજદિન સુધી અનેક વખત લેખિત અને મોખિક રજુઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધી આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગત તારીખ 21 જુલાઇ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથેની મીટીંગમાં D.L.P.C. પ્રમાણે બજારકિંમત નકકી કરવાનો નિર્ણય કરાયો પણ તેમાં કોઇપણ પ્રકારની પ્રગતિ સરકારી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી જેથી ભરૂચ જિલ્લાના ત્રણેય યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોમાં ખૂબ નિરાશા છવાઇ છે .

જો ભરૂચ જિલ્લાના અસરગ્રસ્તોને ૭ દિવસમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 900 થી રૂ. 1200 પ્રમાણે વળતર આપવામાં નહી આવે તો તા .૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની મહત્વકાંક્ષી યોજનાના વિરોધ કરવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે મહા રેલી યોજવામાં આવશે ની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

૫ સપ્ટેબરે ૧૦ શિક્ષકોને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાશે

ગુજરાત રાજ્યના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 10 શિક્ષકોને પાંચમી સપ્ટેમ્બર “શિક્ષકદિન”ના દિવસે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલ, ન્યુ દિલ્હી દ્વારા ‘તાજ રીજન્ટા હોટલ’, વડોદરા ખાતે શિક્ષણ ક્ષેત્રે  માનવ કલ્યાણ, સેવા સમર્પણ તથા કર્તવ્ય નિષ્ઠાના પ્રેરણા સ્ત્રોત સમાન શ્રેષ્ઠ 10 શિક્ષકોને સન્માન પત્ર તથા મોમેન્ટો  અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલ” દ્વારા ઉપરોક્ત 10 શિક્ષકોને માનવ બ્રેવરી 2022 ના માનક ટ્રોફી તથા સન્માન પત્ર શિક્ષક દિન નિમિત્તે “ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એવોર્ડ” પ્રાપ્ત થશે.

10 શિક્ષકો પૈકી અંકલેશ્વરના શાકિર જી. શેખ અને રમણભાઇ,ભરૂચ ના જગદીશ ભાઇ રોહિત અને પદમાબેન પરમાર(નગર પ્રાથમિક શિક્ષણ વિભાગ ના શિક્ષકો) પ્રાર્થના વિદ્યાલય ના આચાર્ય રમેશભાઇ પરમાર,માધ્યમિક વિભાગ નવીનચંદ્ર પરમાર, પ્રાથમિક વિભાગમાંથી મહેન્દ્ર ગોહિલ અને આશિષ માસ્તર,નર્મદા જિલ્લા માંથી નમિતાબેન મકવાણા,વડોદરા જિલ્લા પ્રાથમિક વિભાગ માંથી હસમુખભાઇ તેજપાલ ની પસંદગી થયેલ છે.

મોડું મોડું પણ VNSGUનું તંત્ર જાગ્યું ,8 મહિના પછી સ્વીકારી આ ભૂલ!

સુરત VNSGU માં અવારનવાર છબરડાઓ સામે આવતા રહેતા હોય છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. વારંવાર આ પ્રકારના છબરડાઓને કારણે વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોમાં તેના કારણે રોષ જોવા મળતો હોય છે. જોકે હાલમાં VNSGU દ્વારા ભૂતકાળમાં કરેલ એક છબરડા ને સુધારવા માટે ની કવાયત હાથ ધરવામાં આવી છે.

આખરે LLB સેમેસ્ટર પાંચ ની પરીક્ષામાં થયેલી ભૂલ 8 મહિના બાદ યુનિવર્સીટી દ્વારા સ્વીકારવામાં આવી હતી. આટલું જ નહીં 1100 માર્કશીટ પરત મંગાવી હતી. આ જાહેરાતને કારણે વિદ્યાર્થીઓ એ રાહતનો શ્વાસ લીધો છે. સાથો સાથ જોકે હવે ત્રણ મહિના બાદ ભૂલ સ્વીકારવામાં આવતા વિદ્યાર્થીઓને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ગયા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવેલી LLB સેમેસ્ટર પાંચની પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. MCQ બેઇઝ પરીક્ષામાં જૂના નિયમો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પીસી વિષયમાં જસ્ટ પ્રશ્નમાંથી લગભગ 19 પ્રશ્ન જુના નિયમો અનુસાર એટલે કે અભ્યાસક્રમની બહારના પૂછાયા હતા. આટલી મોટી ભૂલ હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે આ પ્રકારની ભૂલો કરીને પણ યુનિવર્સિટીએ ઇતિહાસ રચ્યો છે. આટલું નહીં આ ભૂલને કારણે અંદાજે 1100 જેટલા વિદ્યાર્થીઓ હેરાન થયા હતા.

તે સમયે LLB સેમેસ્ટર પાંચ ની પરીક્ષામાં એમસીક્યુ આધારિત પરીક્ષામાં પીસી વિષયમાં 50 પ્રશ્નોમાંથી લગભગ 19 પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હતા. એક વિષય આઇપીઆર માં પણ 10 પ્રશ્નોમાં ભૂલ હતી. ત્યારે આ છબરડા ની ફરિયાદ અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જોકે આ છબરડા ને કારણે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ થયો હતો. VNSGU ના સેનેટ સભ્ય ભાવેશ રબારી એ પરિણામ મુદ્દે કુલપતિ અને કુલ સચિવને લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે હવે ત્રણ મહિના બાદ ભૂલ સ્વીકારવામાં આવતા વિદ્યાર્થીઓને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ભરૂચના શુક્લતીર્થ રોડ ઉપર બસ રોકો આંદોલન, વધુ બસ ફાળવવા માંગ

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો ભરૂચ-ઝનોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. ત્યારે ૩ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને નાની-મોટી ઇજાઓ થઇ હતી. આ ઘટનાને પગલે આસપાસના ગામલોકોએ તુરંત બસ સ્થળ પર જ ઉભી કરાવી દેવા સાથે ઇજાગ્રસ્ત બાળકોને ૧૦૮માં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી હતી.

આ ઘટના બાદ ભરૂચ તાલુકામાં આવેલાં શુકલતીર્થ, ઝનોર સહિત આસપાસના સાત ગામોને આવરી લેતા વધુ સંખ્યામાં એસ.ટી.બસોની માંગ નહિ પુરી થતાં વહેલી સવારથી શુકલતીર્થ રોડ પર એસ.ટી.બસ રોકો આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે.

આ મામલે આગેવાન મહેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, પૂર્વ પટીના ગામડાંમા તવરા થી લઈ  સિધોત ઝનોર રૂટની જૂના શીડીયૂલના બસ રૂટ (ટ્રીપ) બંધ કરી દેવાતા પૂર્વ પટીના શુકલતીર્થ નિકોરા ના સ્કૂલે જતા બાળકો તેમજ પેસેંજરોને ખુબ હાલાકી ભોગવવી પડે છે. ગત તારીખ 02/09/2022 શુકલતીર્થ ગામે સ્કૂલ જતા બાળકો ભીડ ભાડ વાળી બસમાં ચડતા નીચે પટકાતા ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ભરૂચ લઈ જવામાં આવ્યા હતા જ્યા પૂર્વ પટીના આગેવાન મહેશભાઈ પરમાર તેમજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા  પહોચ્યા હતા. અને ઈજા પામનાર વિધાર્થીઓના પરિવારને સાતવ્નતા આપી હતી.જેથી આજ રોજ તારીખ.03/09/2022 અંગારેશ્વર ની આસપાસના લોકોએ એસ.ટી તંત્રના ખારે ગયેલ વહીવટ સામે ઉગ્ર વિરોધ કરી એસ.ટી તંત્રના પૈડા સવારથી થંભાવી દિધા હતા અને સાત ગામો માં બસો વધારાય તેવી માંગ પણ કરી હતી.

તેમના જણાવ્યાનુસાર વારંવાર વિદ્યાર્થીઓનું ભાવિ ના જોખમાય તે માટે તેઓ દ્વારા સાત ગામોને આવરી લેવા આ રૂટો ઉપર વધુ બસની માંગ કરવા છતાં ડેપો દ્વારા કોઇ બસ ના ફાળવવાના પગલે આવતી બસમાં મજ્બુરીથી વિદ્યાર્થીઓને બેસવાની ફરજ પડે છે તેના પગલે ભીડ વધવાથી ધક્કામુક્કીમાં બાળકોના જીવનું જોખમ પણ ઉભું થાય છે. માટે જો સત્વરે વધુ બસ નહીં ફળવાય તો માત્ર બસ રોકઓ આંદોલન જ નહીં પણ આનાથી વધુ ઉગ્ર આંદોલન કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ભરૂચના શુક્લતીર્થ બસ સ્ટેન્ડ પાસે ૩ છાત્રોના પગ બસના ટાયરમાં કચડાયાં

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો ભરૂચ-ઝણોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. ત્યારે ૩ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને નાની-મોટી ઇજાઓ થઇ હતી. આ ઘટનાને પગલે આસપાસના ગામલોકોએ તુરંત બસ સ્થળ પર જ ઉભી કરાવી દેવા સાથે ઇજાગ્રસ્ત બાળકોને ૧૦૮માં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે આવેલી નર્મદા હાઇસ્કૂલમાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતાં હોય છે. શુક્રવારે સાંજના સમયે નર્મદા હાઇસ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતાં આકાશ ગિરીષ પટેલ (રહે. ધર્મશાળા) તેમજ સુમિત રમેશ માછીપટેલ અને રિંન્કેશ વિનોદ માછીપટેલ (બન્ને રહે, અંગારેશ્વર) નાઓ શાળા છુટ્યાં બાદ પોતાના ગામ જવા માટે ભરૂચ – ઝણોર એસટી બસમાં બેસવાની કોશીસમાં હતાં.

ત્યારે ધક્કામુક્કીમાં તેઓ પટકાતાં ત્રણેયના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને ઇજાઓ થઇ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી આવી બસ અટકાવી દીધી હતી. જોકે, મામલો ગરમાય તે પહેલાં જ બસના ડ્રાઇવરને પોલીસચોકીમાં બેસાડી દેવાયો હતો. બીજી તરફ 108ને જાણ કરતાં આવતાં એમ્બ્યુલન્સે પણ દોડી આવી ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

આખરે મઢુલી સર્કલ પાસે તંત્ર દ્વારા બમ્પ બનાવાની કામગીરીનો આરંભ!

આજે સવારે ભરૂચના ભોલાવ થી શ્રવણ ચોકડી તરફ જતા રોડ ઉપર લકઝરી બસ અને બાઇક વચ્ચેના અકસ્માત ની ઘટના સર્જાઈ હતી. જે અકસ્માત માં બાકીના મોત બાદ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા હતા તેમજ થોડા સમય માટે તમામ વાહનો રોકી દઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.જોકે ઘટના બાદ તાત્કાલિક ભરૂચ પોલીસ ના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડયો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારે લકઝરી બસો અને ભારદાર વાહનો બેફામ બનીને અહીંયા થી બેરોક ટોક પસાર થાય છે,સાથે રસ્તા માં પણ ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરતા હોય છે જેના કારણે અવારનવાર અકસ્માત ની ઘટનાઓ બનતી આવે છે,ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરતા તમામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તંત્ર દ્વારા તાકીદે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર(બમ્પ) બનાવવા માંગ કરાય હતી.

જેમાં એક બાળકીના મોત અને પ્રજાનો આક્રોશ જોઇ તંત્રએ પણ તાકીદે આ સર્કલ ઉપર બમ્પ બનાવવા કામગીરી આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો તંત્ર દ્વારા પહેલા જ બમ્પ બનાવાયો હોત કો કદાચ આજે એક માસુમે જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત.

ભરૂચ નારાયણ વિધાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માિન સમારોહ યોજાયો

ભરૂચ શકિતનાથ સર્કલ સ્થિત નારાયણ વિધાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્‍માન સમારોહનો કાર્યકમ યોજાયો. જે કાર્યક્રમમાં વિધાનસભા ગાંધીનગરના નાયબ મુખ્ય દડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ,શાળાના ભૂતપર્વ આચાર્ય વિજયસિંહ ઘરિયા ,શાળાના ચેરમેન હેમંતભાઇ પ્રજાપતિ ,EI.ભરતભાઇ સલાત તથા લીગલએડવાઇઝર  રવિકાંત મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

SSC,HSC બોર્ડની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ ઉપરાંત ધો.પ થી ૧૧ સાયન્સ, કૉમર્સમાં સારૂ પરિણામ મેળવનાર વિધાર્થીઓને મહેમાનના હરતે શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા, આ સાથે જ કલા મહાકુંભની વિવિધ સ્પધાઓમાં રાજયકક્ષાએ ભાગ લેનાર વિઘાર્થીઓ તથા તેમના માર્ગદર્શક શિક્ષકૉને પણ સન્‍માનિત કરવામાં આવ્યા.નિવૃત શિક્ષક કાશ્મીરાબેનને સન્‍માનિત કરવામાં આવ્યા હતા.

દુપ્યંતભાઇ પટેલે વિધાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપી સફળ કારકીર્દી માટે મહેનત કરવા પ્રેરિત કર્યા હતા. કાર્યકમનું આયોજન શાળાના ડાયરેકટર તથા આચાર્ય ડૉ.ભગુભાઇના સફળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.જેનું સમગ્ર સંચાલન વિધાબેન રાણા, ચીમનભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું.

ભરૂચના મઢુલી સર્કલ પાસે લકઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત,૧નું મોત,૨ ઘાયલ

ભરૂચ શહેર ને અડીને આવેલા અને ભરૂચ થી દહેજ જતા માર્ગ પર છાશવારે મોટા ભારદાર વાહનોના કારણે અકસ્માત ની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે,નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજ થી શ્રવણ ચોકડી તેમજ શેરપુરા ને જોડતા માર્ગ તરફ બેફામ અને ગફલત ભરી રીતે આવતા વાહનો ના કારણે અત્યાર સુધી કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આજ રોજ સવારના સમયે નંદેલાવ સ્થિત મઢુલી સર્કલ પાસે એક ખાનગી લકઝરી બસના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ૫ વર્ષીય ધ્યાની ધર્મેશ ભાઈ પટેલ નામની બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,તેમજ બાઇક પર સવાર મહેશભાઈ હરિભાઈ પટેલ અને માતા ડિમ્યુ બેન ધર્મેશ ભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા બંને ને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ભોલાવ થી શ્રવણ ચોકડી તરફ જતા સમયે આ અકસ્માત ની ઘટના સર્જાઈ હતી,અકસ્માત માં બાળકીના મોત બાદ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા હતા તેમજ થોડા સમય માટે તમામ વાહનો રોકી દઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો,જોકે ઘટના બાદ તાત્કાલિક ભરૂચ પોલીસ ના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડયો હતો,સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારે લકઝરી બસો અને ભારદાર વાહનો બેફામ બનીને અહીંયા થી બેરોક ટોક પસાર થાય છે સાથે રસ્તા માં પણ ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરતા હોય છે જેના કારણે અવારનવાર અકસ્માત ની ઘટનાઓ બનતી આવે છે,ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરતા તમામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ભરૂચ શેરપુરા થી ડુંગરી જતા રોડ ઉપરથી ખુનની કોશીશ/રાયોટીંગના ગુનાનો આરોપી ઝડપાયો

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલનાએ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા સુચનાઓ આપેલ.

જેથી પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોકત સુચનાઓ અન્વયે ભરૂચ એલ.સી.બી. અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને જોલ્લામાં વોન્ટેડ આરોપીઓ પકડવા અંગે વર્કઆઉટ શરૂ કરવામાં આવેલ.

દરમ્યાન એલ.સી.બી.ભરૂચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હ્મુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળેલ કે, “ કાવી પો.સ્ટે.ના ખુનની કોશીશ/રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી ભરૂચ ખાતે શેરપુરાથી ડુંગરી જતા રોડ ઉપર દેખાયેલ છે ” જે મુજબ ચોકકસ હકિકત આધારે ટેકનીકલ સર્વેલન્સથી વોન્ટેડ આરોપી કેશરીસિંહ ફતેસંગ સિંધા હાલ રહેવાસી. મ.નં. ૩૬ કમલપાર્ક સોસાયટી સ્ટેશન રોડ જંબુસર,જી.ભરૂચ મુળ રહેવાસી. ટુંડજ ને શેરપુરાથી ડુંગરી જતા રોડ ઉપર ખુરશીદ પાર્ક નજીક આવેલ રહેમતી મસ્જીદ સામેથી ઝડપી પાડી તેના વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજરની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને કાવી પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!