
અંકલેશ્વર તાલુકામાં સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવતા ચકચાર મચી ગયો હતો. આ બનાવ મામલે પોલીસે ગણતરીના કલકોમાં નરાધમ પિતાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
આ ઘટનામાં અંકલેશ્વર તાલુકાના એક ગામમાં હેવાન બનેલા પિતાએ કેટલી વાર માસુમ પુત્રીને પીંખી નાખી પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 12 વર્ષની દીકરીની બાળકી છેલ્લા 3 મહિનાથી વારંવાર દુષ્કર્મનો ભોગ બની રહી હતી. બાળકીના શરીરને પીંખતા આ હેવાન પિતા સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શક્તિ ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી. પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે પિતા બાળકીને માર મારી ભયમાં રાખતો હતો.બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પૂછપરછમાં પિતાની હેવાનીયતનો પર્દાફાશ થતા માતા દીકરીને લઈ પોલીસ પાસે પહોંચી હતી.
આ ઘટના અંગે માતાએ દીકરી સાથે થયેલા અમાનુષી અત્યાચારની પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી નરાધમ પિતાની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.