- પોલીસે સૂકા ગાંજા સહીત રપ,૨૧,૨૦૦/ નો મુદામાલ ઝડપી પાડ્યો
દેડીયાપાડા પોલીસ ટીમને બાતમી મળી હતી કે એક સ્કોર્પીયો ગાડીમાં પાંચ ઇસમો આવે છે જેમની પાસે ગાંજાનો મોટો જથ્થો છે.
જેથી દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સાગબારા થી દેડીયાપાડા રોડ ઉપર સાગબારા તરફ થી એક સીલ્વર કલરની સ્કોર્પીયો, GJ-23-CA-5 આવતા તેમાં તપાસ કરતા પોલીસટીમને તેમાંથી સેલોટેપ વીટાળેલ બંડલો નંગ-૩૯ માં કુલ વજન ૨૦૧.૧૭૦કિ.ગ્રામ સુકા ગાંજાની કિ.રૂ.૨૦,૧૧,૮૦૦/- તથા સ્કોર્પીયો ગાડી GJ-23-CA-5 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ. ૯૦૦૦/- અને આરોપીઓની અંગ ઝડતી માંથી મળી આવેલ રોકડા રૂપિયા તે તમામ કુલ કિ.રૂ. રપ,૨૧,૨૦૦/- ના સુકા ગાંજા સાથે પાંચ આરોપી મદન જબરારામ રાજપુરોહીંત રહે.નીમ્બાવાસ તા.ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન ) તથા જલારામ ભાગીરથ બીઝોઇ રહે.દેવડગામ તા.ભીનમાલ જિલ્લો.ઝાલોર (રાજસ્થાન) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થ આપનાર આરોપી બાબા રહે.તુની રાજમુરી આંદ્રપ્રદેશ પ્રદેશની અટકાયત કરી હતી જયારે આ વનસ્પતિ જન્ય માદક પદાર્થ મંગાવનાર આરોપી લાલા રામ ચૌધરી રહે.ભોરડ તા.આહેર જિલ્લો-જાલોર (રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરાયો છે.
જેમાં પકડાયેલ આરોપીઓના વિરૂધ્ધમાં એન.ડી.પી. એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ગુનાની આગળની વધુ તપાસ એસ.ઓ.જી.નર્મદાએ હાથ ધરેલ છે.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા