અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીના એક મકાનમાં દરોડો પાડીને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીની અટકાયત કરી છે.

આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ મૂળ બિહારના ભાગલપુર જિલ્લાની વતની ઓમલતા બિંદેશ્વર્ય વિલાશ મંડલ સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે આ ગુનામાં સુરતનો કાલુ નામનો આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે.

પોલીસ ટીમે મંગલદીપ સોસાયટીના પ્લોટ નંબર 281 પર આવેલા મકાન નંબર 1 માં દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને સ્થળ પરથી આશરે 1.320 કિલોગ્રામ જેટલો માદક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બામાં સંતાડીને રાખેલી નાની-મોટી 12 થેલીઓ અને એક સ્કૂલ બેગ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here