નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામના વળાંકમાં મોટરસાઇકલ પરનો કાબુ ગુમાવતા બે યુવાનોના મોત નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર અંકિતકુમાર સદાશીવભાઇ વસાવા તથા મરનાર રોનકકુમાર મધુકરભાજી વસાવા બંને રહે. દંતવાડા, તા. સાગબારા, જીલ્લો નર્મદાનાઓ મોટર સાયકલ નંબર GJ. 05-UP 11936 ઉપર બેસીને દેવમોગરા ગયેલા અને ત્યાથી પરત ઘરે જતા હતા.

તે વખતે અકિતકુમાર સદાશીવભાઇ વસાવા ઉ.વ.-૨૩ રહે. દત્તવાડા. તા.સાગબારા,એ પોતાના કબજામાની મોટર સાયકલ પુર ઝડપે હંકારી લાવી મોટર સાયકલના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દઇ રોડના વળાંક માં ટર્ન ન વાગતા રોડની બાજુમાં આવેલ લોખંડના પાઇપને અથાડી દઇ તે પછી રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે અથાડી દઈ પોતાને શરીરે ગંભીર ઇજા પહોંચાડી પોતાનું મોત નીપજાવી તથા મોટર સાયકલની પાછળ બેઠેલ રોનકકુમાર મધુકરભાઇ વસાવા ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.





