ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના આધારે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પ્રોહી/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા ભરૂચ શહેર એ-ડીવીઝન ના પોલીસ ઇન્સપેક્ટર વી.એન.રબારી દ્વારા ડ્રાઇવ બાબતે પ્રોહી/જુગારના વધુમાં-વધુ કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા.
તે દરમ્યાન ટીમને બાતમી મળેલ કે ભરૂચના નંદેલાવ વિસ્તારની જલારામ હોસ્પિટલ પાછળ આવેલ હરીઓમ નગર સોસાયટીના રહેણાંકના મકાનમાં ગેરકાયેસર પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમાય છે.જેવી બાતમીના આધારે હરીઓમ નગર સોસાયટીના મકાન નંબર સી-૨૭ ખાતેથી સફળ રેઇડ કરતા ત્યાંથી ૦૬ આરોપીઓ સુરેશભાઇ ઇશ્વરલાલ ભાગવાની રહે. સી-૨૭, હરીઓમ નગર, નંદેલાવ, ભરૂચ., રવિન્દ્રભાઇ નાનુભાઇ માછી રહે. ધોળીકુઇ બજાર, મચ્છી માર્કેટ પાસે, મોગલપુરા, ભરૂચ,હિંમાશુભાઇ કાંતિભાઇ માછી રહે. ધોળીકુઇ બજાર, મચ્છી માર્કેટ પાસે, મોગલપુરા, ભરૂચ,ભાવિનભાઇ રમેશચંદ્ર રાણા રહે. ધોળીકુઇ બજાર, મચ્છી માર્કેટ પાસે, મોગલપુરા, ભરૂચ,ધવલ અશોકભાઇ મિસ્ત્રી રહે. ધોળીકુઇ બજાર, મચ્છી માર્કેટ પાસે, મોગલપુરા, ભરૂચ,વિજયભાઇ ચંદુભાઇ વસાવા રહે. બી-૫૧, હરીદ્વાર સોસાયટી, ભોલાવ, ભરૂચને કુલ કિં.રૂ. ૦૨,૩૭,૯૪૦/- ના રોકડ તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે અંગ ઝડતીના તથા દાવ પરના રોકડા રૂપીયા. ૫૭,૯૪૦/-, મોબાઇલ નંગ-૦૬ કિં.રૂ.૩૦,000/-, મોટર સાઇકલ/ મોપેડ નંગ-૦૩મળી કુલ મુદ્દામાલ કિં રૂ. ૦૨,૫૭,૯૪૦/-કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.