પોલીસ સબ ઈન્સપેક્ટર વી.એ.આહીરે કાવી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમીયાન સાથેના હેડ કોન્સ્ટેબલની બાતમી હકીકત આધારે- સાલેહપોર સાંગડી ગામે, નવીનગરીમાં છાપો માર્યો હતો.
જ્યાં પોલીસે સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જાહેર જગ્યામાં પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતાં ૪ આરોપીઓ જયંતીભાઇ સુરેશભાઇ પઢીયાર ઉ.વ.આ.૨૮ રહે.સાલેહપોર સાંગડી, લિંબડા ફળીયું, તા.જંબુસર, કિરણભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ ઉ.વ.આ.૨૩ રહે.સાલેહપોર સાંગડી, ડેલાવાળુ ફળીયું, તા.જંબુસર, મુકેશભાઇ દલસુખભાઇ રાઠોડ ઉ.વ.આ.૨૨ રહે.સાલેહપોર સાંગડો, ડેલાવાળુ ફળીયું, તા.જંબુસર,અર્જુનભાઇ ભાનુભાઇ ચાવડા ઉ.વ.આ.૩૫ રહે.સાલેહપોર સાંગડી, તળાવવાળુ ફળીયું, તા.જંબુસર,ને પકડી પાડયા હતા.
પોલીસે ઝડપાયેલ આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧૭,૦૯૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧૧,૨૩૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ૨૮,૩૨૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.