અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા ૧૦૯૮૦૦ નો મુદ્દામાલ અને બે આરોપીઓને ઝડપી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે.

ભરૂચ જિલ્લામાં આજરોજ પીએસઆઇ  આર.કે.ટોરાણી ટીમ સાથે અંક્લેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે ભરણ ગામ પારડી વગા તરફથી એક ફોર વ્હિલ ગાડીમાં  તરીયા ગામનો અજય હસમુખ પટેલ તથા સજોદ ગામનો અમીત ધનસુખ કટારીયા  ઇંગ્લીશ દારૂ ભરીને ભરણ ગામ તરફ આવે છે. અને આ ગાડીનું  પાયલોટીંગ બાઇક ઉપર ભરણ ગામનો મુકેશ અર્જુન વસાવા કરે છે.

એલસીબી ની ટીમે મળેલ બાતમીના આધારે ભરણ ગામની સીમમાંથી ગાડીને ઝડપી લઇને તેમાંથી  પ્રતિબંધિત વિદેશી દારૂની નાનીમોટી બોટલ નંગ ૩૫૩ કિંમત રૂપિયા ૫૪,૮૦૦ નો મુદ્દામાલ ઝડપી લેવા સાથે બે ઇસમોને પકડી લઇને અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરીને પાનોલી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો.

એલસીબી ની ટીમે આ ગુના હેઠળ  મુકેશભાઇ અર્જુનભાઇ વસાવા રહે. ભરણ ગામ નવાપરા તા.અંક્લેશ્વર જિ. ભરૂચ અને રાજેશભાઇ ખુમાનભાઇ વસાવા રહે. નવા તરીયા નહેર ફળિયુ તા.અંક્લેશ્વર જિ. ભરૂચનાને ઝડપી લઇને અન્ય બે ઇસમો  અજયભાઇ હસમુખભાઇ પટેલ રહે. નવા તરીયા તા.અંક્લેશ્વર જિ.ભરૂચ અને અમીતભાઇ ધનસુખભાઇ કટારીયા રહે. સજોદ ગામ તા. અંક્લેશ્વર જિ.ભરૂચનાને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે આ ગુના અંતર્ગત વિદેશી દારૂનો જથ્થો, ફોર વ્હિલ ગાડી,એક મોટરસાયકલ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂપિયા  ૧,૦૯,૮૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here