ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચની સુચના અને માર્ગદર્શન આધારે પી.આઇ એ.એ.ચૌધરીએ પોતાની ટીમ કાર્યરત કરી હતી.

જેમાં બાતમીદારથી બાતમી મળી હતી કે ભરૂચના ન્યુ કસક નવીનગરીમાં જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા તથા શાહીસ્તા અબ્દુલમુસા અરબના ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો પૈસા કમાવવાના ઇરાદે અન્યને વેચાણ કરવા માટે લાવનાર છે.

જે બાતમી આધારે ભરૂચ એસ.ઓ.જી. ટીમે છાપા મારી કરતા ન્યુ કસક નવીનગરી ખાતે થી જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા રહે. એ/૧૦૭ કરિશ્મા કોમ્પલેક્ષ, મહંમદપુરા, ભરૂચ, શાહીસ્તા અબ્દુલ મુસા અરબ રહે. ન્યુ કસક નવીનગરી, ભરૂચ પાસેથી આરોપીઓ પાસેની ટ્રોલીબેગો તથા બેગપેક બેગમાં માદક પદાર્થ ગાંજા કુલ વજન ૨૦.૯૬૧ કિ.ગ્રા. કિ.રૂ.૨,૩૦,૦૩૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે બંન્નેવ આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ મુજબ ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કર્યો હતો. જયારે ઝડપાયેલા બંન્નેવ આરોપીઓને માદકા પદાર્થ ગાંજો આપનાર સુરતનો આરોપી પિન્ટુભાઇને વોન્ટેડ જાહેરા કરી આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.ભરૂચ નાઓ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here