ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પોલીસ ઇન્સપેકટર પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના મારૂતિધામ-૨ ના મકાન નં-૧૯૮ માં રહેતા બબલુકુમાર નરેશ મંડલ પાસેથી ગેરકાયદેસર પિસ્તલ તથા જીવતા કારતુસ મળી આવતા પોલીસે આ ગુનામાં આરોપી બબલુકુમાર નરેશ મંડલ રહે.૧૯૮ મારૂતિધામ-૨, અંકલેશ્વર, જિ.ભરૂચને પિસ્તલ નંગ-૧, કિ.રૂ.૨૫,૦૦૦/-, જીવતા કારતુસ નંગ-૫, કિ.રૂ. ૫૦૦/-, મોબાઇલ નંગ-૦૧, કિ.રૂ. ૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે અટક કરી સાથે આ ગુનામાં અન્ય એક આરોપી મુકેશ વાસુદેવ મંડલ રહે. મંગલદીપ સોસાયટી, સારંગપુર, અંકલેશ્વરને ફરાર જાહેર કરી તેની વધુ તપાસ આરંભી છે.