યુવા અવસ્થા ઘણી જ ચંચળ હોય છે અને સોશ્યલ તેમજ ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આશીર્વાદ સાથે અભિશાપ પણ બની રહ્યો છે. દરેક ટેકનોલોજી કે ચીજનો વિવેકપૂર્ણ તેમજ સ્લામત ઉપયોગ જ તમને ફ્રોડ, ફિશિંગ કે મુસીબતમાં મુકાતા બચાવી શકે છે.સરકાર અને પોલીસ તંત્ર સાયબર ફ્રોડ, ઓનલાઈન ચિટિંગ, ગેમિંગ કે અન્ય લોભ પ્રલોભન કે ફસાવવા માટે થતા ઉત્તેજક – આકર્ષક કોલોથી સચેત કરી રહી છે તેમ છતાં યુવાનો અને લોકો તેનો ભોગ બની રહ્યાં છે. જેને લઈ ભોગવવાનો વારો જે તે વ્યક્તિ સાથે આખા પરિવારને આવે છે.
આવો જ એક સંવેદનશીલ બનાવ ભરૂચમાંથી બહાર આવ્યો છે. કેમિકલ એન્જીનીયરીંગના છાત્રને એક વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો. યુવાને તેને રિસીવ કરતા સામે આકર્ષક યુવતી હતી. યુવતીએ ઉત્તેજક વાતો કર્યા બાદ પોતે નિર્વસ્ત્ર થઈ ગઈ હતી.ઇજનેરી છાત્રને પણ તેના વસ્ત્રો ઉત્સરવાનું મોહજાળમાં ફસાવનાર પેલી યુવતીએ કહ્યું હતું. હવે સ્ટુડન્ટે વસ્ત્રો ઉતાર્યા અને તેનો ન્યૂડ વિડીયો ઉતારી લેવાયો. અહીંથી શરૂ થયો બેલ્ક મેલિંગનો ગંદો ખેલ. કોઈને કહેવાય નહીં અને સહેવાય નહિ વચ્ચે ઘરમાં ખબર પડશે તો ? ની બીકથી ઇજનેરી છાત્ર યુવતી અને તેની ટોળકીમાં બરાબરનો ફસાઈ ગયો અને આખરે તેણે ભરૂચથી અમદાવાદ જઈ સાબરમતીમાં ઝંપલાવી જીવન લીલા સંકેલી હતી.