મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્શી સા.મા. શાળા, મર્હૂમ દાઉદ મુન્શી ઉ.મા. શાળા અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ માટે ગુજરાત કાઉનસેલિંગ ઓફ સાઇન્સ એંડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરુચ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં પરમ લોકવિજ્ઞાન કેન્દ્રના એસ્ટ્રોનોમર અરવિંદ પંચાલ સાહેબ તથા કો-ઓર્ડિનટર કેશાબેન પ્રજાપતિ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. અરવિંદભાઇ પંચાલ સાહેબ દ્વારા અંધશ્રદ્ધા માટેના લગભગ 10 જેટલા ચમત્કારના પ્રયોગો બતાવી બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ત્યારબાદ તેમણે બાળકોને જણાવ્યુ કે આ પ્રયોગોમા કેમિસ્ટ્રિ રહેલી છે જેનાથી સમાજમાં રહેલા લુટારુઓ આવા પ્રયોગો બતાવી ભોળા લોકો પાસેથી પૈસા લૂટે છે તો સમાજમાં રહેલી આવી અંધશ્રદ્ધા દૂર કરવા બાળકોને સલાહ આપી હતી પ્રોગ્રામના અંતમાં મુન્શી ટ્રસ્ટના અધિકારી દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને શબ્દો વડે આભાર માનવામાં આવ્યો હતો.