વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ ઘર ઘર આયુષમાન, હર ઘર આયુષમાન કાર્યક્રમ હેઠળ પ્રથમ તબક્કામાં વાગરા તાલુકાના દહેજ, લુવારા, લખીગામ, અંભેટા અને જાગેશ્વર સહિત પાંચ ગામોમાં અંદાજે 3000 જેટલા લોકોને વિના મૂલ્યે આયુષમાન કાર્ડ અર્પણ કરતા લોકોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે.

ભારત સરકારની જન આરોગ્ય હેઠળ આયુષમાન કાર્ડની યોજનાને વાગરાના ધારાસભ્યએ ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. જેના ભાગ રૂપે તેમની ટીમે ગામડાઓ ખૂંદી લોકોના આયુષમાન કાર્ડ કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આયુષમાન કાર્ડ તૈયાર થઈ જતા તેના વિતરણ માટેના કાર્યક્રમની શરૂઆત થઈ છે. પ્રથમ તબક્કામાં ધારાસભ્ય અરૂણસિંહ રણાની ઉપસ્થિતિમાં દહેજ, લુવારા, લખીગામ, અંભેટા અને જાગેશ્વરમાં આયુષમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયા હતા.

પાંચેવ ગામોમાં અંદાજે 3000 જેટલા આયુષમાન કાર્ડ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ લોકોને આપ્યા હતા. સાથે વિધવા માતાઓને વિધવા સહાય તેમજ વૃદ્ધ વડીલોને વૃદ્ધ સહાયના મંજૂરી પત્રો અર્પણ કરાયા હતા. ધારાસભ્યએ જાતે લોકોને આયુષમાન કાર્ડ ઘરબેઠા આપતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલ, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલ, દહેજના સરપંચ જયદીપસિંહ રણા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સંજયસિંહ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here