
ભરૂચના લાલબજારની ખુલ્લી ખાડીમાં સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી. જેમાં એક રીક્ષા ખાડીમાં ખાબકતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. જો કે ઘટનામાં મુસાફરો અને ચાલકનો આબાદ બચાવ થયો હતો.
જુના બજારમાં લાલબજાર ખાડી પાસે સાંકડા રસ્તાને લઈ લોકો અને વાહનચાલકોને સતત જોખમ વર્તાઈ રહ્યું છે. ખાડીને બંધ કરી વ્યવસ્થા કરવામાં નહિ આવતા ગંદકી વચ્ચે લોકોના માથે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.જેમાં એક રીક્ષા ખાડીમાં પડી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનામાં રીક્ષા ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકો અને ફાયર બ્રિગેડે દોડી આવી મહામહેનતે રીક્ષાને બહાર કાઢી હતી. રસ્તો બનાવી ખાડીને સલામત કરાઈ તેવી માંગ સ્થાનિકોમાંથી ઉઠી છે.