ગત રવિવારે રાજ્યભરમાં યોજાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની કોંગ્રેસે ફરિયાદ ઉઠાવી છે. જ્યારે સરકારે પેપર ફૂટ્યું નથી પરંતુ ગેરરીતિ થઈ છે તેમ કબુલ્યું હતું. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાંય સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગોપનીયતા જળવાતી ન હોવાથી કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ગાંધીનગર જાય તે પૂર્વે જ તેમના નિવાસ સ્થાનેથી નજરકેદ કરી તમામની અટકાયત કરવામાં આવી હતી. રાજપીપળામાં 21 કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા.