કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલની કિંમત માં વધારો નહોતો થયો જયારે હાલમાં પેટ્રોલ ડીઝલ સહિત હવે LPG ગેસ ના બાટલા પર પણ વધારો થતાં સામાન્ય ગૃહિણીઓના રસોડા પર તેની અસર પડી છે .
હાલમાં ઘરેલુ હોઈ તેવા એલપીજી ના તમામ સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો થયો છે. જો કે આ નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. જેમાં ઘરેલુ એલપીજીના તમામ સિલિન્ડરના રેટ 6 ઓક્ટોબર 2021 પછી વધારો થયો છે. આજથી એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 949.5 થયો છે .
આ ઘરેલુ એલપીજી ના તમામ સિલિન્ડર માં 50 રૂપિયાનો ખૂબ જ મોટો ભાવ વધારો કર્યો છે. જેમાં હવે મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદશો તો તમારે 949.50 રૂપિયા આપવા પડશે. જો કે કોલકાતામાં તમે સિલિન્ડર ખરીદવા તમારે 976 રૂપિયા ચૂકવવા પડશે. આમ દરેક રાજ્યમાં ભાવ માં વધારો કરાયો છે .
ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરાયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. કેટલો વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. વધેલા ભાવ આજ સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા. અત્રે જણાવવાનું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 137 દિવસથી વધારો થયો નહતો.
જ્યારે ડીઝલ અને પેટ્રોલના રિટેલ ભાવમાં ભલે 137 દિવસમાં વધારો ન થયો હોય પરંતુ જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલનો ભાવ ખુબ વધ્યો છે. જેમાં ખૂબ મોટો વધારો થયો છે . તે પણ સીધો 25 રૂપિયાનો વધારો કરાયો. જેમાં દિલ્હીમાં જથ્થાબંધ ગ્રાહકોને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે .
હાલમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 79 પૈસા અને ડિઝલમાં 85 પૈસાનો વધારો થયો છે. જેમાં હાલમાં 138 દિવસ સુધી ભાવ પેટ્રોલના સરેરાશ 96 રૂપિયા અને ડીઝલના 89 રૂપિયાએ સ્થિર છે. જો કે બીજી બાજુ ઘરેલુ ગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે.