The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ડીઝલના અભાવે આમોદ પાલિકામાં વાહનો ધૂળ ખાઈ રહ્યા છે!

ડીઝલના અભાવે આમોદ પાલિકામાં વાહનો ધૂળ ખાઈ રહ્યા છે!

0
ડીઝલના અભાવે આમોદ પાલિકામાં વાહનો ધૂળ ખાઈ રહ્યા છે!
  • કચરાપેટીમાં કચરો છલકાઈ ગયો હોવા છતાં ડીઝલના અભાવે ખાલી કરાતી નથી.
  • સફાઈ કામદારો નિત્ય ક્રમ મુજબ કામ કરે છે પરંતુ ડીઝલના અભાવે કચરાપેટી ઉપાડાતી નથી.

આમોદ પાલિકાની હાલત સાવ કફોડી બનતાં ડીઝલના અભાવે વાહનો પાલિકાના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે.પાલિકાના વાહનો ચલાવતા કર્મચારી પણ શાસકો પાસે ડીઝલની ભીખ માંગી રહ્યા છે પરંતુ હાલ આમોદ પાલિકામાં શાસકોના અંદરોઅંદરના ડખાને કારણે આમોદ નગરમાં વિકાસનું કોઈ કામ થતું નથી તેમજ હાલમાં પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતા પાલિકાના શાસકો તેમનો ડખો નિપટાવવા માટે ફરી રહ્યા છે ત્યારે આમોદ પાલિકાના સાધનો ડીઝલના અભાવે આમોદ પાલિકાના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પા, ટ્રેકટર,કચરાપેટી ઉઠાવવાનું કન્ટેનર, શબવાહીની,ગટર સાફ કરવાનું જેટકો મશીન સહિતના વાહનો ડીઝલના અભાવે બંધ હાલતમાં પડ્યા છે.

આ બાબતે આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરે મીડિયાને કઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો જ્યારે આમોદ પાલિકાના સફાઈ કામદારના પ્રતિનિધિ મનહર સોલંકીએ જણાવ્યું હતું કે પાલિકાના સફાઈ કામદારો અમે ઉપવાસ ઉપર હોવા છતાં નિયમિત સફાઈ કરે છે પરંતુ આમોદ પાલિકમાં ડીઝલના અભાવે વાહનો બંધ હાલતમાં છે નગરના જે તે વિસ્તારમાં મુકેલી કચરા પેટીઓ કચરાથી ભરાઈ ગઈ છે.તેમજ કચરાપેટી ઉઠાવતું કન્ટેનર પણ ડીઝલના અભાવે બંધ છે છતાં સફાઈ કામદારો નિયમિત સફાઈ કરીને પોતાની કર્તવ્યનિષ્ઠા બજાવી રહ્યા છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!