થોડા દિવસો પહેલાં જ કરજણ તાલુકામાં નારેશ્વર રોડ પર રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને લઇને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર અને જવાબદાર કર્મચારીઓનો ઉધડો લીધો હતો.જેમાં ઓવરલોડ વાહનો અધિકારીઓના મેળાપીપણા હેઠળ ચાલતા હોવાનું જણાવી સાંસદ ગુસ્સે થયા હતા. દરમિયાન કેટલાક કર્મચારી સંગઠનોએ આ બાબતે સાંસદ વિરૂધ્ધ આવેદન આપ્યા હતા.
ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદન પાઠવ્યું હતુ. આ આવેદનમાં બેફામ ચાલતા રેતી ખનન અને ઓવરલોડ જથ્થો ભરીને દોડતા વાહનોના કારણે અકસ્માત થતા હોવાની લાગણી વ્યક્ત કરીને ઝઘડીયા તાલુકા ભાજપા અગ્રણીઓએ સાંસદ મનસુખભાઇ વસાવાએ બેફામ દોડતા ઓવરલોડ વાહનોનો વિરોધ કર્યો હતો તેને વ્યાજબી ગણાવી સમર્થન આપ્યુ હતું.