- GIDC પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે બે સ્થળોએથી રૂ.29 લાખનો દારૂ ઝડપી પાડ્યો
અંકલેશ્વરની હિના એન્જીનીયરીંગ કંપનીમાંથી પોલીસે દારૂનો વેપલો ઝડપી પાડ્યો છે. પોલીસની રેડમાં કંપનીના રૂમ અને પીકઅપ વાનમાંથી સગેવગે કરાતો દારૂનો 15.29 લાખના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે LCB એ અંકલેશ્વરના ભરણ ગામે ઈંટોના કવરિંગમાં ટ્રકમાં લવાયેલો અને સીમમાં કટિંગ કરાતો 11 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝબ્બે કર્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હિના એંજિનિયરિંગ કંપનીમાં વિદેશી દારૂ ભરેલી પિકઅપ ગાડી મળી કુલ રૂ.19.29 લાખનો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય બુટલેગર સહિત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હિના એંજિનિયરિંગ કંપનીમાં બુટલેગર જિગ્નેશ પરિખે વિદેશી દારૂનો જથ્થો માંગવી સંતાડેલો છે જેવી બાતમી આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો પિકઅપ ગાડી નંબર-MH-48-CB-0729માં સગેવગે કરતાં બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસને પિકઅપ ગાડી અને કંપનીના ઓરડામાંથી વિદેશી દારૂની 11 હજારથી વધુ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.15.29 લાખનો દારૂ અને 4 લાખની પિકઅપ ગાડી તેમજ ફોન મળી કુલ રૂ.19.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને કંપની ખાતે રહેતા મોટી ભૂરા કટારા અને કાના મોટી પાદરીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર જિગ્નેશ પરિખ અને કંપનીના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે અંકલેશ્વર તાલુકાના ભરણ ગામનો કુખ્યાત બુટલેગર મુકેશ અર્જુન વસાવા ટ્રકમાં ગામની સીમમાં વિદેશી દારૂનું કટિંગ કરવાનો છે. જેવી બાતમીના આધારે એલસીબી પોલીસે ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ટ્રકમાંથી વિદેશી દારૂ સગેવગે કરવામાં આવી રહ્યું હતું તે સમયે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે ટ્રકમાંથી ઈંટોના કવરિંગ પાછળ રાખેલી વિદેશી દારૂની 10 હજારથી વધુ બોટલો ઝડપી પાડી હતી. રૂ.11 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ રૂ.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર મુકેશ વસાવા અને ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.