• ગરીબ મહિલા ની કલાકો સુધી ટ્રીટમેન્ટ ન થતા પ્રાઇવેટ માં પૈસા ખર્ચી ને ઈલાજ કરાવવા માટે મજબુર

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે  આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અવાર નવાર ડોક્ટરોની નિષ્કાળજીના કિસ્સા સામે આવતા હોય છે, જેમાં વધુ એક કિસ્સો સામે આવતા તાલુકા વાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે દેશ- વિદેશ થી લાખો પ્રવાસીઓ આવતા હોય છે, સરકાર તરફથી આ વિસ્તારમાં વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવા માં આવે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક આવેલા તિલકવાડા તાલુકા મથક નું ગામ છે. તાલુકાના લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ડોકટરો ની લાપરવાહી ને લીધે ઘણીવાર લોકોને હાલાકી નો સામનો કરવો પડે છે, આરોગ્યલક્ષી સુવિધા માટે સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ડોક્ટરોને  પગાર પણ સારા પ્રમાણ માં આપવામાં આવે છે, તેમ છતાં ઘણી વાર આ ડોક્ટરો ગરીબ આદિવાસી જનતાના જીવન સાથે ખેલવાડ કરતાં હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, હાલ થોડા સમય અગાઉ જ તિલકવાડા આરોગ્ય વિભાગની એક મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં નિષ્કાળજી ની ઘટના ને હજી સમય પણ નથી થયો, ત્યારે વધુ એક કિસ્સો તિલકવાડા સરકારી હોસ્પિટલનો સામે આવ્યો છે.

તિલકવાડા તાલુકાના દેવલ્યા ગામે રહેતા રાજુભાઇ વાળંદ ના જણાવ્યા મુજબ ગત તારીખ 16 ના રોજ તેમની પત્ની ને લઈ ડિલિવરી માટે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા, હોસ્પિટલમાં કલાકો સુધી તેમની પત્નીને કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર બેસાડી રાખવામાં આવ્યા પછી કલાકો બાદ રાજુભાઇ વાળંદે ડોકટરો ને ટ્રીટમેન્ટ માટે કહેતા આરોગ્ય કર્મચારીએ ઉદ્ધત વર્તન કરતા મહિલાને આગળ ની હોસ્પિટલ માં લઇ જવા માટે જણાવ્યુ હતું અને છેલ્લે રાજપીપળા ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને મહિલાની ડિલિવરી કરવા માટે મજબૂર થવું પડ્યું હતું, આરોગ્ય સુવિધા માટે સરકાર તરફ થી લાખોની ગ્રાન્ટ ફાળવવા છતાં ગરીબ ભોળી જનતા ને પૈસા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા મજબૂર થવુ પડે છે, આવા કિસ્સા ઘણી વાર સામે આવતા હોય છે, છેલ્લા ઘણા વર્ષોથી આ ડોકટરો તિલકવાડા આરોગ્ય કેન્દ્ર માં હોવા છતાં તેમની બદલી કરવામાં આવતી નથી, ઉપલા અધિકારીઓ આ ડોકટરોને સેવી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે, તો શું આ ડોકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here