વાગરા તાલુકા સમસ્ત હિંદુ સમાજ દ્વારા ધંધુકા માં કિશન ભરવાડ (બોળીયા) ની વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવેલ હત્યા ની સખત નિંદા કરવામાં આવી હતી.કિશન ભરવાડની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શ્રદ્ધાંજલિ બાદ કિશન ને ત્વરિત ન્યાય મળે તે માટે વાગરા મામલતદાર ને આવેદન સુપ્રત કરાયું હતું.વધુમાં તેમની ૨૦ દિવસ ની દીકરી ને સરકાર તરફ થી યોગ્ય સહાય મળે તે માટે પણ આવેદન માં ખાસ ઉલ્લેખ કરાયો હતો.આ તબક્કે વાગરા માલધારી સમાજના ઈશ્વરભાઈ ઊર્ફે સિંધાભાઈ આહીર,હિન્દૂ સમાજના કાર્યકર્તા પિયુષ મકવાણા તેમજ રામી તીર્થ ખાસ ઉપસ્થિત રહયા હતા.