• ત્રીજી વેવમાં કોવિડ સ્મશાનમાં 4 ચિતાઓ અત્યાર સુધી સળગી
  • ભરૂચ કોવિડ સ્મશાનમાં શુક્રવારે ૪ કલાકમાં ૧૦૦ દિવસ બાદ બે મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવ્યા હતા.

હજી પણ ભરૂચ જિલ્લામાં કોરોના વેકસીનનું સુરક્ષા કવચ(રસી) લેવામાં લોકો આનાકાની કરી રહ્યાં છે, ત્યારે ત્રીજી લહેરમાં ૧૦૦ દિવસ બાદ રસી નહિ મુકવનાર બે કોરોના પોઝિટિવ વૃધ્ધોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

શુક્રવારે સવારે કોવિડ સ્મશાનમાં સવારે અંકલેશ્વરની જલધારા ચોકડી ખાતે આવેલી રિયલ રેસિડેન્સીમાં રહેતા ૮૪ વર્ષીય સુભાષચંદ્ર અમરનાથ ગોયેલનો મૃતદેહ લવાયો હતો. જેઓ ગત ૧૮ જાન્યુઆરીએ કોરોના સંક્રમિત થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ પામ્યા હતા.

કોવિડ સ્મશાનમાં એક ચિતા સળગી રહી હતી ત્યાં જ બપોરે 2 કલાકે અંકલેશ્વરના જ કોસમડી ગામે રેહતા ૭૫ વર્ષીય જમનાબેન ગિરધરભાઈ પરમારનો મૃતદેહ અગ્નિદાહ માટે આવ્યો હતો. જેઓ કોરોના પોઝિટિવ આવતા ૨૬મી એ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.નોંધનીય છે કે, બંનેવ વૃધ્ધોએ કોરોના રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. ત્રીજી વેવમાં ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪ મૃતકોના અગ્નિ સંસ્કાર કોવિડ સ્મશાનમાં કોવીડ પ્રોટોકોલ જાળવીને અગ્નિ સંસ્કાર કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here