દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વાહનચાલકો માટે ફરી એકવાર જોખમી સાબિત થયો છે. ભરૂચ નજીક કારેલા ગામ પાસે રવિવાર/સોમવાર દરમિયાન બે ટેમ્પા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હાઇવે પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, ડ્રાઇવિંગ કરતી વખતે ચાલકને ઝોકું આવી જવાથી તેણે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પગલે બે ટેમ્પા સામસામે આવી ગયા હતા.


આ અકસ્માતના પગલે એક ટેમ્પો માર્ગ પર જ પલટી મારી ગયો હતો જ્યારે બીજો ટેમ્પો રેલિંગ કૂદીને ફંગોળાયો હતો. ટેમ્પામાં લોડેડ રહેલી પ્લાસ્ટિકના દાણાની બોરીઓ નીચે ઢોળાતા રસ્તા પર છવાઈ ગઈ હતી. જોકે, સમયસૂચકતાને કારણે બંને ટેમ્પાના ડ્રાઇવરોને ગંભીર ઇજાઓમાંથી બચી જઇ અને સહીસલામત બહાર આવી ગયા હતા. આ ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here