સાગબારા, ખોપી તથા આસપાસના વિસ્તારોમાં આદિવાસી ખેડૂતોના વન અધિકાર અધિનિયમ (FRA) હેઠળના દાવાઓ, ખેતીની જમીન અને વન વિભાગની કાર્યવાહી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

આદિવાસી ખેડૂતો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી ખેતી અને તેમના વન અધિકારના દાવાઓ અંગે પારદર્શક અને કાયદેસર પ્રક્રિયા થવી જરૂરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેટલીક જગ્યાએ વન વિભાગની કાર્યવાહી દરમિયાન તેમને કાર્યવાહીનું વિડિયો રેકોર્ડિંગ કરવા અંગે પણ રોકવામાં આવે છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ વન વિભાગને સીધો સવાલ કર્યો છે કે “જો વન વિભાગની કાર્યવાહી કાયદા અને નિયમો મુજબ છે, તો ખેડૂતો દ્વારા સમગ્ર કાર્યવાહીનો વિડિયો બનાવવામાં વાંધો શા માટે? ખેડૂતોને રોકવાનું કારણ શું છે?”

સંદીપ માંગરોલાએ જણાવ્યું કે, ખેડૂતોને લેખિત આદેશ આપવામાં આવે, કયા કાયદા અને નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રાખવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું કે વન અધિકારના દાવાઓનો નિકાલ કાયદાકીય પ્રક્રિયા, ઉપલબ્ધ પુરાવા અને યોગ્ય ચકાસણીના આધારે થવો જોઈએ. ખેડૂતો અને વન વિભાગ વચ્ચે સંઘર્ષ વધે તે બદલે સંવાદ અને કાયદેસર ઉકેલનો માર્ગ અપનાવવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here