વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના ₹24400 કરોડના ખર્ચે પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભાને સંબોધતા કહ્યું હતું કે, આજનો દીવસ આનંદ અને ખુશીનો દીવસ છે. અમૃતકાળનો પ્રારંભ નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે ભરૂચ સહિત ભારતના 508 જેટલા રેલ્વે સ્ટેશનોનો કાયાપલટ થશે. ભરૂચ રેલ્વે સ્ટેશન માટે અનેક લોકોની રજૂઆતો અમારા સુધી આવી તેને સરકાર સુધી પહોચાડી અને આજે તેનું પરિણામ તમારા સામે છે.રૂપિયા 34 કરોડના ખર્ચે જ્યારે આ રેલવે સ્ટેશનું નવનિર્માણ થશે ત્યારે આ સ્ટેશનમાં તમામ યાત્રીઓ માટે જરૂરીયાત મુજબની તમામ સુવિધા મળતા પ્રવાસી માટે કનેક્ટિવિટી અને મુસાફરીની સરળતા રહેશે. તેમની સાથે સાથે દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોને મૈત્રીપૂર્ણ સુવિધાઓ પણ ઉપબ્ધ બનશે.
ભરૂચની ઓળખ સમાન તેની અસ્મિતાભર્યો ઈતિહાસની ઝાંખી કરવાતું નવું રેલ્વે સ્ટેશન બનશે. એટલુ જ નહી ભરૂચ રેલવે સ્ટેશન સાથે દેહેગામ પાસે બુલેટ સ્ટેશન બનતા ભરૂચના લોકોની મુસાફરી વધુ ઝડપી બનશે. એટલે જ કહી શકાય, અમૃતકાળના પ્રારંભે પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે પહોચવા આપણે સૌ હવે કટીબ્ધ રહેવું જ પડશે. ભરૂચ હવે ભાગ્યું – ભાંગ્યુ ભરૂચ નથી રહ્યું પણ ભવ્ય અને સમુધ્ધ ભરૂચ બનવા તરફ ડગ માંડી રહ્યું છે.આપણા ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વિ વડાપ્રધાન નવી દીશા અને ગાઢ સંકલ્પ સાથે ભારત દેશને સાથએ લઈને ચાલતા અદના વ્યક્તિ છે. જે હરહંમેશ સામાન્ય માણસોની ચિંતા કરતા દેશને સમુધ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવા સતત પ્રયત્નશીલ છે. યશસ્વિ વડાપ્રધાન નક્કર કાર્યક્રમ અને વિઝન થકી રાષ્ટ્રહીતમાં કામ કરી રહ્યા છે.
“હર હાથ મે કામ“ ના સૂત્ર થકી દરેક યુવાને રોજગારી મળે તેવા હેતુથી રોજગારીની તકો સર્જાઈ રહી છે.ભારત અને ગુજરાતભરમાં મોખરે ભરૂચ જિલ્લામાં નવા -નવા પ્રોજેક્ટો અને ઉદ્યોગો આવી રહ્યા છે. આ નવા ઉદ્યોગો નવી રોજગારીની તકોનું સર્જન કરશે. દેશના 508 રેલવે સ્ટેશનોના પુન: વિકાસના શિલાન્યાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, ચિફ પ્રોજેક્ટ મેનેજર વડોદરા મંડલ વેસ્ટન રેલવે કે.એલ. મિના, જિલ્લા ભાજપના અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, રેલ્વે વિભાગનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.