
સ્કૂલ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા ગ્રેજ્યુએશન ડિઝાઇન કલેક્શન ફેશન શો મેરાકી-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગતરોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી સ્થિત એફ.ડી.ડી.આઈ. ખાતે સ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા ફેશનશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત ભારતીય વસ્ત્રો અને આધુનિક પશ્ચિમી વસ્ત્રો મળી કુલ 46 સંગ્રહો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.
આ ફેશના શોમાં વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરતી દરેક ડિઝાઈનને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી હતી અને ચોકસાઈ સાથે અમલમાં મુકવામાં આવી હતી. જટિલભરતકામ, બોલ્ડપ્રિન્ટ્સ અને અદભૂત સિલુએટ્સ સાથે આસંગ્રહ પરંપરાગત અને આધુનિક ડિઝાઇનનું સુંદર મિશ્રણ હતું.
આ કાર્યક્રમમાં કલાપી બુચ,સીઇઓ સુફર્ણા ડિઝાઇન, નિરજ વૈધ, ફેશન ડિઝાઇનર નિશી એસ. પટેલ, સિનિયર ફેશન ડિઝાઇનર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.