સોનેપત ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ જુડો સ્પર્ધામાં ભરૂચના રહેવાસી ચંદ્રેશભાઈ પ્રબોધચંદ્ર શુકલ ની પૌત્રી કુ. શૈલી પૂજન શુકલએ વિજેતા બની કાંસ્ય ચંદ્રક મેળવતા ખુશહાલી છવાઇ હતી.
રાજ્યકક્ષા બાદ રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા બની કુ. શૈલી પૂજન શુકલએ ભરૂચ સહિત ભાર્ગવ સમાજ્નું ગૌરવ વધારતા તેના પરિવાર સહ ભરૂચની જનતા અને ભાર્ગવ જ્ઞાતિએ કુ. શૈલી પૂજન શુકલને અભિનંદન પાઠવવા સાથે આગામી દિવસોમાં પણ સમગ્ર દેશમાં વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
કુ. શૈલી શુક્લ ખુબ પ્રગતી કરી દેશનું અને સમાજ સહિત ભરૂચનું નામ રોશન કરે તેવી ન્યુઝલાઇન.ડીજીટલ વેબ પરિવાર તરફથી શુભકામના સહિત ખુબ ખુબ અભિનંદન