પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આજે સામી સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ઉપર કાબુ મેળવવા માટે તાબડતોડ ચાર જેટલા ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી ગયા હતા.
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ફાર્મા કંપનીમાં સાંજે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા હતા. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આ આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ આગમાં કોઈને ઇજા કે જાનહાનિના અહેવાલ હાલ સુધી જાણવા મળી રહ્યા નથી.સાથે આ આગ લાગવાનું કારણ પણ હાલ સુધી જાણી શકાયું નથી.